Not Set/ બાળક જ્યારે ચોરી કરવાની શરૂઆત કરે ત્યારે તેને કેમ અટકાવવું ?

પ્રિયા આજે ખૂબ ચિંતામાં દેખાતી હતી. આજે તેના ૭ વર્ષના દીકરા મિહિરે સાસુમા લીલાબહેનના પાકીટમાંથી ૧૦૦ રૂપિયાની નોટ તેમની જાણબહાર લઈ લીધી હતી. એટલે કે ચોરી કરી લીધી હતી. મિહિરે પોતાની દાદાની સેટી ના ગાદલા

Lifestyle Mantavya Vishesh
notty kid12 બાળક જ્યારે ચોરી કરવાની શરૂઆત કરે ત્યારે તેને કેમ અટકાવવું ?

માતૃત્વ : ભાવિની વસાણી

પ્રિયા આજે ખૂબ ચિંતામાં દેખાતી હતી. આજે તેના ૭ વર્ષના દીકરા મિહિરે સાસુમા લીલાબહેનના પાકીટમાંથી ૧૦૦ રૂપિયાની નોટ તેમની જાણબહાર લઈ લીધી હતી. એટલે કે ચોરી કરી લીધી હતી. મિહિરે પોતાની દાદાની સેટી ના ગાદલા નીચે આ નોટ છુપાવી હતી. લીલા બહેનના શોધવા છતાં જ્યારે રૂપિયા નથી મળતા… ત્યારે આ વખતે તેઓને લાગ્યું કે જરૂર મિહિરે લીધા હશે. મિહિર ‘ના’ પાડે છે પરંતુ તેના હાવભાવ અને ગોળ-ગોળ વાત કરવાની હરકત જોઈને સાસુમાને તેના પર શંકા ગઈ હતી. તેના ખૂબ ફોસલાવવા છતાં તે પોતાની ચોરી કબૂલ કરતો નથી એટલું જ નહીં ૧૦૦ રૂપિયાની નોટ પણ પરત આપતો નથી. તેમણે આ અંગે પુત્રવધુ પ્રિયાને ફોન કરી અને જાણ કરી હતી. પ્રિયાએ ફોનમાં દીકરા સાથે વાત કરી અને જણાવ્યું હતું કે તે પોલીસને ફોન કરવાની છે અને પોલીસ આવીને ઘરની તપાસ કરશે. જો તે લીધા હોય તો બાને પરત આપી દેજે, નહિતર પોલીસ તને પણ પકડી લઈ જઈ શકે છે. પ્રિયા ઓફિસેથી ઘરે આવે છે ત્યારે આશ્ચર્યની વચ્ચે મિહિર સામેથી કહે છે કે મેં રૂપિયા શોધવાની કોશિષ કરી તો દાદાની સેટીના ગાદલા નીચે હતા. અને મિહિરે શોધીને આ નોટ પરત આપી દીધી હતી. ખબર નહિ ત્યાં કોણે મુક્યા હશે ? એવું મિહિર જણાવે છે ત્યારે પ્રિયા મિહિરને કહે છે કે પોલીસ ઘરે આવશે અને પુછપરછ કરશે, તો એ પણ ખબર પડી જશે કે કોણે લીધા હતા. હજુ પણ જો છુપાવ્યા હોય તો કહી દેજે બાકી પોલીસ કોઈનું પણ સાંભળે નહીં. આ વખતે મિહિર કબૂલ કરે છે કે પોતે જ પૈસા બા મંદિરે ગયા હતા ત્યારે પાકીટમાંથી લઈ લીધા હતા. અને પછી છુપાવી દીધા હતા. આવું શા માટે કર્યું ? તેવું પ્રિયાએ પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે મારા પાકિટમાં વધારે રૂપિયા જમા કરવા માગું છું. મેં આ અગાઉ સો રૂપિયા માગ્યા હતા ત્યારે બાએ આપ્યા નહીં. પરંતુ તેને જોઈતા હતા માટે તેણે આવું કર્યું.આ વખતે શું કરવું ? તે પ્રિયા ને સમજાતું ન હતું. પોતાની રીતે પોલીસનો ડર બતાવી અને સત્ય તો બહાર લાવી. પછી બાળકને શું કહેવું તેને સમજાયું નહીં ? તેને પોતાની રીતે બોધ આપવાની કોશિશ કરી, પરંતુ તેને આ સમસ્યાનું કાયમી સમાધાન જોઈતું હતું. માટે તેમણે તેમના જાણીતા સમાજ સુરક્ષા ખાતામાં પ્રોબેશન અધિકારી તરીકે કાર્ય કરતા ડો. મિલન પંડિતને આ વિશે વાત કરી તેમણે આ વખતે જે વાર્તાલાપ પ્રિયા સાથે કર્યો. તેનું તારણ અહીં રજૂ કરવામાં આવ્યું છે.જે દરેક વાલીઓને માર્ગદર્શન માટે ઉપયોગી બની રહેશે.

Politics / તમિળનાડુમાં રાહુલ ગાંધીએ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે કર્યો ડાન્સ, જુઓ વીડિયો

matrutv બાળક જ્યારે ચોરી કરવાની શરૂઆત કરે ત્યારે તેને કેમ અટકાવવું ?

* જ્યારે બાળક ચોરી કરે છે ત્યારે એ નિરીક્ષણ કરવું કે તે કઇ વસ્તુની ચોરી કરે છે ?

* આ વસ્તુ નાની છે કે મોટી પરંતુ ચોરીની આદત તો ખોટી જ છે. ત્યારે માતા-પિતા તરીકે આ આદત ક્યારથી પડી તેનું નિરીક્ષણ કરવું જરૂરી છે.

* જ્યારે બાળક ઉંમરમાં નાનું હોય અને ચોરી અંગે પુરતું જ્ઞાન ન હોય ત્યારે પહેલી વખત કોઈની વસ્તુ લઈને આવે છે, ત્યારે તેને ખીજાવાના બદલે તમે તેની જાણ બહાર જેની વસ્તુ હોય તેને પરત કરી દો.

* બીજી વખત કરે ત્યારે તેને ગુનેગાર ન ઠેરવતા સારી ભાષામાં સમજ આપો કે તારી મનગમતી વસ્તુ કોઈ લઈ લે તો તને ગમે છે ? તેને જણાવો કે જો તે પરત આપી દેશે તો તેના માટે સરપ્રાઈઝ ગિફ્ટ તમે લઈ આપશો.

* પરંતુ વારંવાર ચોરી કરે છે તો આ આદત પડી ગઇ તેમ કહેવાય, આ બાબતમાંથી છુટકારો મેળવવા માતા-પિતા અથવા ઘરના વડીલોએ તેની સાથે વધારે સમય વિતાવવાની જરૂરિયાત હોય છે. કારણ કે બાળક બહારના વાતાવરણના સંપર્કમાં વધારે આવે છે ત્યારે જ આવી ઘટના ઘટતી હોય છે.

Vaccine / રસી લેવા પહોંચેલા વૃધ્ધોને પડ્યો ધરમ ધક્કો, વિલા મોંએ ફર્યા પાછા

Disciplining kids: Why the 'naughty corner' doesn't work - Kidspot

* બાળકને કોઈ પણ વાત સમજાવતી વખતે મુખ્ય મુદ્દાની વાત કરવાને બદલે આડકતરી રીતે તેને ન કરવા અંગે સમજ આપવી.

* જે વસ્તુની ‘ના’ પાડીએ છીએ તે બાળક વધારે કરશે. માટે સીધી રીતે ‘ના’ ન પાડતા આડકતરી રીતે સમજણ આપવી જોઈએ. જેમ કે ખોટી બનાવેલી વાર્તાઓ કે પછી અન્યની બોધ કથાઓ દ્વારા તેને સત્ય અને અસત્યથી, સારા અને ખરાબથી પરિચિત કરાવો.

* બાળક કોઇ વસ્તુની ચોરી શા માટે કરે છે ? આ માટે બાળકના મન નો ક્યાસ કાઢવો જરૂરી છે. બાળક કયા પરિબળથી પ્રેરાઈને ચોરી કરી રહ્યો છે તેનો અભ્યાસ કરવાની જરૂર હોય છે.

* ઘણી વખત બાળક માતા-પિતા કે ઘરના લોકો તરફથી પ્રેમ અને હુંફ ઈચ્છતો હોય છે. ત્યારે ઘરના લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કરવા માટે પણ ખોટું કાર્ય કરતો હોય છે. કારણકે ઘણીવાર બાળકની પ્રેમની ભાષાની અસર જ્યારે વડીલોને થતી નથી અથવા બાળકને ધ્યાનમાં લેવામાં આવતું નથી ત્યારે પણ આવું બનતું હોય છે.

* આ ઉપરાંત ઘણી વખત તેને સ્કૂલમાંથી અન્ય બાળકોની ચીજ વસ્તુઓ દેખાદેખીના કારણે ચોરી કરવાનું મન થતું હોય છે.

* ઘણી વખત ઘરમાંથી તેને દરેક બાબતમાં ‘ના’ પાડવામાં આવતી હોય ત્યારે પણ તેને ચોરી કરવાનું મન થતું હોય છે.

Vaccine / વેક્સિનને લઈને ભ્રમ ફેલાવી રહ્યા છે ઓવૈસી? સરકાર પાસે માંગી આ સ્પષ્ટતા

* ઘણી વખત બાળકને રૂપિયા અથવા તો કોઈ ચીજ વસ્તુઓનું આકર્ષણ ઘરના વાતાવરણ માંથી જ થતું હોય છે.

* સૌથી મહત્વની બાબત ડોક્ટર પંડિતે પ્રિયાને જણાવી તે અહીં પ્રસ્તુત છે. મિહિરને રૂપિયાનું આકર્ષણ ક્યારથી શરૂ થયું ? તે રૂપિયાને મહત્વ શા માટે આપે છે ? તેના માટે ઘરના કયા સભ્યો જવાબદાર છે ? તે અંગે ડોક્ટર પંડીતે વિચારવા માટે કહ્યું હતું.

* બીજું બાળકને આ ઉંમરમાં પૈસા માટે વોલેટ શા માટે આપવામાં આવ્યું છે ? બાળકને સમજાવો કે તેની ઉંમરના બાળકો વોલેટ રાખતા નથી તેના પૈસા લઈ અને બેંકમાં જમા કરાવી દેશો તેવું તેને જણાવો. બેંકમાં વધારે સરસ રીતે પૈસાને સાચવી શકાય છે, એવી સમજ બાળકને આપો.

* ઘણી વખત ઘરમાં વડીલો વાત-વાતમાં કહેતા હોય છે કે પૈસા ખૂબ જ ઉપયોગી છે, તેને બચાવવા જોઈએ, તારા મમ્મી અથવા તો પપ્પા કેટલી બધી મહેનત કરે છે. આવું બોલવા પાછળનો ભાવ બાળકને રૂપિયાની કિંમત થાય તેવો હોય છે. તેમનો ભાવ સારો હોય છે. પરંતુ ઘણી વખત આ વાત બાળકના મગજમાં ઠસાઈ જતી હોય છે કે પૈસા સૌથી વધારે મહત્વના છે.

Dealing with a “naughty” 7 year-old - Dr Justin Coulson's Happy Families

* ઘણી વખત કોઈ વસ્તુ બાળકને પસંદ પડે ત્યારે વડીલો કહેતા હોય છે કે આ બહુ મોંઘી છે આપણને ન પોષાય. અથવા તો આટલી મોંઘી વસ્તુઓ ન લેવાય.

* કોઈ ચીજવસ્તુ સસ્તી છે કે મોંઘી છે, તેની કિંમત વધારે છે કે ઓછી છે, તેનું મહત્વ વધારે છે કે ઓછું છે આ બાબત આડકતરી રીતે આપણે જ બાળકના મનમાં ઠસાવતા હોઈએ છીએ.

* હવે જે થઇ ગયું તે થઈ ગયું, પરંતુ તેમાંથી છુટકારો કેમ મેળવવો? એવો પ્રિયાએ પ્રશ્ન કર્યો ત્યારે તેને ડોક્ટર પંડીત જણાવે છે કે બાળકની સાથે વધુમાં વધુ ઘરના સભ્યો સમય વિતાવે તે જરૂરી છે. તેમાં પણ ખાસ કરીને માતા- પિતાનો સમય બાળક માટે વધારે મહત્વનો હોય છે.

* બાળકના મનમાં સીધી કે આડકતરી રીતે પૈસાનું મહત્વ કરવાવાળા આપણે બધા હોઈએ ત્યારે આપણી જવાબદારી બને છે કે તેને આ મહત્વ ઓછું કરવા માટે પ્રયત્ન કરવામાં આવે. આ માટે બાળકની સાથે વધારે સમય વિતાવવો જરૂરી છે.

* પ્રેમપૂર્વક તેને સમજાવવા માટે વિવિધ પ્રકારની વાર્તા,બોધ કથા તેમજ પ્રોત્સાહક ભેટ, તેની અંદર રહેલા ગુણો બદલ શાબાશી, તેની ઉંમરના બાળકો સાથે રમવા દેવું, શક્ય હોય તો અઠવાડિયે એક વખત તો ગાર્ડનમાં લઈ જવું વગેરે પ્રયત્નો કરવા.

* તમારા માટે તમારું બાળક સૌથી વધારે મહત્ત્વની વ્યક્તિ છે તે બાબત તેના મનમાં અંકિત કરાવી દો. અન્યથા ઘણી વખત બાળકને ખોટી દિશાએ વળ્યાં બાદ પાછા ફરવામાં બહુ મોડું થઈ જતું હોય છે. ત્યારે માતા-પિતા પાસે પસ્તાવા સિવાય કોઇ ચારો હોતો નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…