સુરત/ માંગરોળના ઈસનપુર ગામે કિશોરનું હૃદય ધબકારો ચૂકયું, હેનીલ ચૌધરીનું હાર્ટએટેકથી મોત

માંગરોળ તાલુકાનાં ઈસનપુર ગામે ગોડાઉન ફળિયામાં રહેતા હેનીલકુમાર(ઉ.વ.15) ઊર્ફે બીટ્ટુ ભુપેન્દ્રભાઈ ચૌધરીનું હાર્ટએટેકથી મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો.

Gujarat Surat
Untitled 25 માંગરોળના ઈસનપુર ગામે કિશોરનું હૃદય ધબકારો ચૂકયું, હેનીલ ચૌધરીનું હાર્ટએટેકથી મોત

@નલિન ચૌધરી

Surat News: રાજયમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં દિનપ્રતિદિન સતત વધારો થઈ રહ્યો છે.સુરત જિલ્લાના માંગરોળનાં ઇસનપુર ગામે સગીરને હાર્ટએટેક આવતા મોત નિપજતાં પરિવારમાં ગમગીની ફેલાઇ હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, માંગરોળ તાલુકાનાં ઈસનપુર ગામે ગોડાઉન ફળિયામાં રહેતા હેનીલકુમાર(ઉ.વ.15) ઊર્ફે બીટ્ટુ ભુપેન્દ્રભાઈ ચૌધરીનું હાર્ટએટેક થી મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાયો હતો.ધો.10મા અભ્યાસ કરતો સગીર ખુરશીમાં બેઠો હતો અને અચાનક જ ઢળી પડતાં સારવાર માટે નજીકમાં આવેલ વાંકલ લાઇફલાઇન મલ્ટીસ્પેશ્યિલીટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ત્યાંના ફરજ પરના તબીબે વધુ સારવાર માટે રિફર કર્યો હતો.સુરત ખાતે ફરજ પરના તબીબે કિશોરને મૃત જાહેર કર્યો હતો.કિશોરના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો હતો અને અંતિમયાત્રા કાઢી અંતિસંસ્કાર કરવામાં આવ્યા હતાં.

સમગ્ર વિસ્તારમાં કિશોરનું હાર્ટએટેક થી મોતથી ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.સતત વધી રહેલ હાર્ટએટેકના કિસ્સાઓ લોકો માટે ચિંતાનો વિષય બન્યો છે.

આ પહેલા કચ્છના ભુજમાં 63 વર્ષીય આધેડનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જેમાં આમદભાઈ નામના આધેડનું મોત થયુ છે. ત્યારે ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. આમદભાઈ સાઇકલથી જતા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા. જેમાં સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.

જીવન શૈલી બદલવાથી હૃદય રોગનું જોખમ 60 ટકા નિવારી શકાય છે. દુનિયામાં વિવિઘ રોગોને કારણે લોકોની સંખ્યામાં હૃદય રોગથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યા વધારે છે. અંદાજે એક તૃતિયાંશ લોકો હાર્ટ એટેક અથવા તો પક્ષઘાતના હુમલાના ભોગને કારણે મૃત્યુ પામે છે. હૃદય એક પંપ છે અને આપણા જીવનકાળ દરમ્યાન 20 કરોડ લીટર લોહીનું શરીરમાં પપીંગ કરે છે. દિવસ-રાત કોઈપણ વિરામ કર્યા વગર આ એક જ અંગ શરીર માટે કાર્યરત રહે છે. તેને પોતાને કાર્યરત રહેવા માટે ઓક્સિજન અને ગ્લુકોઝની જરૂર પડે છે. જે હૃદયની સપાટી ઉપર આવેલી રકતવાહિનીઓ (ઘમની) દ્વારા પહોચે છે.


whatsapp ad White Font big size 2 4 માંગરોળના ઈસનપુર ગામે કિશોરનું હૃદય ધબકારો ચૂકયું, હેનીલ ચૌધરીનું હાર્ટએટેકથી મોત


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે જશે વિદેશ પ્રવાસે, આ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં હોર્ન મારી ટર્ન લેવા કહેતાં બે યુવકે ઢોર માર મારતા થયું મોત

આ પણ વાંચો:ભાજપ મહિલા નેતા મધુબેન જોશીની ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નીકળી અંતિમયાત્રા

આ પણ વાંચો:જામનગર-દ્વારકા હાઈવે પર કારચાલકે પદયાત્રીઓને અડફેટે લેતા મોત નિપજયા

આ પણ વાંચો:સુરત એપીએમસીએ શાકભાજીના બગાડમાંથી આવકનો શોધ્યો નવો સ્ત્રોત

આ પણ વાંચો:અમદાવાદમાં હોટલના ભાડા આસમાને, વડોદરા-મહેસાણા સહિત નજીકના શહેરોમાં હોટેલો ફૂલ