Surat/ સ્વાતંત્ર્ય પર્વ વધુ એક વખત સુરતના વેપારીઓ માટે ફડ્યો, મળ્યો 50 લાખ તિરંગાનો ઓર્ડર

સુરતની પાંડેસરામાં આવેલી મિલના એક વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર લહેરાશે.

Gujarat Surat
Untitled 85 સ્વાતંત્ર્ય પર્વ વધુ એક વખત સુરતના વેપારીઓ માટે ફડ્યો, મળ્યો 50 લાખ તિરંગાનો ઓર્ડર

15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની આ વર્ષે પણ સમગ્ર દેશ ઉત્સાવેર અને ધામધૂમ પૂર્વક  ઉજવણી કરશે તેવું અત્યારથી  જોવા મળી રહ્યું છે. ગત વર્ષે દેશના પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા અભિયાન ચલાવી લોકોને ઘરે ઘરે તિરંગા લહેરાવા આહવાન કર્યું હતું. જેને લઇ સુરતમાં 50 કરોડથી વધુ તિરંગા બન્યા હતા અને સમગ્ર દેશના ખૂણે ખૂણે પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ સુરતના મોટા વેપારીને તિરંગાનો સૌથી મોટો ઓર્ડર મળ્યો છે. સુરતની પાંડેસરામાં આવેલી મિલના એક વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર લહેરાશે.

દેશના આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતાં ગત 75 કા આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે સમગ્ર દેશમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત દેશના પ્રધાનમંત્રીએ આઝાદી કા અમૃત મહોત્સવમાં સ્વાતંત્ર પર્વની ઉજવણીનો ભાગ બનવા માટે હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું હતું. જેમાં લોકોને સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવા ઘરે ઘરે તિરંગા લહેરાવીને રાષ્ટ્રભક્તિ દર્શાવવા આહવાન કર્યું હતું. જેને લઇ સમગ્ર દેશ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વને લઈ તિરંગાથી રાષ્ટ્રભક્તિમય બની ગયો હતો. ત્યારે આ વર્ષે પણ લોકોમાં તેટલા જ ઉત્સાહમાં રાષ્ટ્રભક્તિનો પ્રેમ જોવા મળશે તેવું લાગી રહ્યું છે. આ વર્ષે પણ લોકો ઘરે-ઘરે તિરંગાઓ લહેરાવશે. તેઓ સુરતના કાપડ વેપારીને તિરંગાના મળી રહેલા ઓર્ડર પરથી લાગી રહ્યું છે અને આ વર્ષે પણ ગત વર્ષની જેમ જ સ્વાતંત્ર પર્વની લોકો ઉત્સાવે ઉજવણી કરશે.

સ્વાતંત્ર પર્વના દિવસને લઈ સુરત એ ગયા વર્ષે 10 કરોડ તિરંગા બનાવીને રેકોર્ડ સ્થાપ્યો હતો. આ તિરંગા દેશભરના ઘરો પર લહેરાયા હતા. ત્યારે આ વર્ષે પણ સ્વાતંત્ર્ય પર્વ માટે સુરત નવું રેકોર્ડ બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે. સમગ્ર દેશમાં એક સાથે 50 લાખ તિરંગાનો ઓર્ડર સુરતના લક્ષ્મીપતિ મિલના વેપારીને મળ્યો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં એક સાથે 50 લાખ તિરંગા બનાવી આપવાનો આ ઓર્ડર અત્યાર સુધીમાં સૌથી મોટો માનવામાં આવી રહ્યો છે. જેની માટે વેપારીએ તમામ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

15 ઓગસ્ટ આવવા માટે માત્ર 18 દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાત દિવસ મહેનત કરીને આ કંપની 50 લાખ તિરંગાનો ઓર્ડર પુરા કરવામાં જોડાઈ ગઈ છે. 10 ઓગસ્ટ પહેલા 50 લાખ તિરંગા બનાવીને તે વેપારીને પહોંચતા કરશે અને ત્યારબાદ આ તિરંગા દેશના જુદા જુદા રાજ્યના શહેરોમાં લોકોના ઘરોમાં ફરી એક વખત સુરતના તિરંગાઓ આ વર્ષે પણ લહેરાશે.

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો