Not Set/ ભારતભરમાં ઓનલાઈન દવાના વેંચાણ પર દિલ્લી હાઈકોર્ટે લગાવ્યો પ્રતિબંધ

દિલ્લી હાઈકોર્ટ દ્વારા ઓનલાઈન દવાના વેંચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બુધવારે દિલ્લી હાઈકોર્ટે ઓનલાઈન દવાના વેંચાણ મામલે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આની સાથે જ કોર્ટે કેન્દ્ર અને દિલ્લીની કેજરીવાલ સરકારને પણ આ નિયમ જલ્દી લાગુ કરવા માટે કહ્યું છે. શા માટે મુક્યો પ્રતિબંધ ?  સુત્રોના જણાવ્યા પ્રમાણે ચીફ જસ્ટીસ રાજેન્દ્ર મેનન અને જસ્ટીસ […]

Top Stories India Trending
image 20151106 16242 ભારતભરમાં ઓનલાઈન દવાના વેંચાણ પર દિલ્લી હાઈકોર્ટે લગાવ્યો પ્રતિબંધ

દિલ્લી હાઈકોર્ટ દ્વારા ઓનલાઈન દવાના વેંચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. બુધવારે દિલ્લી હાઈકોર્ટે ઓનલાઈન દવાના વેંચાણ મામલે સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આની સાથે જ કોર્ટે કેન્દ્ર અને દિલ્લીની કેજરીવાલ સરકારને પણ આ નિયમ જલ્દી લાગુ કરવા માટે કહ્યું છે.

શા માટે મુક્યો પ્રતિબંધ ? 

સુત્રોના જણાવ્યા પ્રમાણે ચીફ જસ્ટીસ રાજેન્દ્ર મેનન અને જસ્ટીસ વીકે રાવે આ ફેસલો દિલ્લીના જહીર અહમદની વિનંતી પર ચુકાદો આપ્યો છે.

અહમદે કરેલ ફરિયાદ પ્રમાણે રોજ ઈન્ટરનેટ પર લાખો દવાઈઓ કોઈ પણ કાનૂની નિયમો વગર વેંચવામાં આવે છે. આ માત્ર દર્દી નહી પરંતુ ડોક્ટર માટે પણ ખતરો છે.

ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એક્ટ ૧૯૪૦ અને ફાર્મસી એક્ટ ૧૯૪૮ પ્રમાણે કાનુન દવાને ઓનલાઈન વેંચાણ માટે મંજુરી નથી આપતી.

વધુમાં તેમણે કહ્યું હતું કે લોકો લાઇસન્સ વગર વેંચાણ કરી રહ્યા છે. ઘણી દવા એવી હોય છે કે જેને ડોક્ટરની સલાહ વિના લેવી હાનીકારક હોય છે. ડોકટરના લખાણ વગર આ દવા દુકાનોમાં વેંચવા માટે પણ પરમીશન આપવામાં આવતી નથી.

તમને જણાવી દઈએ કે સપ્ટેમ્બર મહિનામાં કેદ્ર સરકારે દવાના ઓનલાઈન વેંચાણને લઈને નિયમોનું એક ડ્રાફ્ટ તૈયાર કર્યું હતું. આ ડ્રાફ્ટ પ્રમાણે દવાનું વેંચાણ રજીસ્ટર કરેલા ઈ-ફાર્મસી પોર્ટલ દ્વારા કરી શકાશે.

પરંતુ ઓનલાઈન દવાના વેંચાણના ગેરફાયદા જોઇને કોર્ટે પ્રતિબંધ મુકવો એ યોગ્ય સમજ્યું છે.