Not Set/ બ્રેસ્ટ કેન્સર કિમોથેરાપીથી જ મટે તે જરૂરી નથી,સર્વેમાં સામે આવી જાણવા જેવી માહીતી

દિલ્હી બીજા કેન્સરોની સરખામણીમાં ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર સૌથી માત્રામાં જોવા મળે છે.બ્રેસ્ટ કેન્સરની અસરકારક સારવાર કિમોથેરાપીને માનવામાં આવે છે જો કે એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે  ઘણી બધી કેન્સર પીડિતા મહિલાઓને કિમોથેરાપીની જરૂરિયાત હોતી નથી. ટ્રાયલ એસાઇનીંગ ઈન્ડીવિઝ્યુલાઈસ્ડ ઓપ્શન ફોર ટ્રીટમેન્ટ દ્વારા કરવામાં આવેલી એક સ્ટડી મુજબ સ્તન કેન્સરથી પીડાતી મહિલાઓમાંથી લગભગ 70 […]

Health & Fitness Lifestyle
56 1 બ્રેસ્ટ કેન્સર કિમોથેરાપીથી જ મટે તે જરૂરી નથી,સર્વેમાં સામે આવી જાણવા જેવી માહીતી

દિલ્હી

બીજા કેન્સરોની સરખામણીમાં ભારતીય મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર સૌથી માત્રામાં જોવા મળે છે.બ્રેસ્ટ કેન્સરની અસરકારક સારવાર કિમોથેરાપીને માનવામાં આવે છે જો કે એક અભ્યાસમાં એવું સામે આવ્યું છે કે  ઘણી બધી કેન્સર પીડિતા મહિલાઓને કિમોથેરાપીની જરૂરિયાત હોતી નથી.

ટ્રાયલ એસાઇનીંગ ઈન્ડીવિઝ્યુલાઈસ્ડ ઓપ્શન ફોર ટ્રીટમેન્ટ દ્વારા કરવામાં આવેલી એક સ્ટડી મુજબ સ્તન કેન્સરથી પીડાતી મહિલાઓમાંથી લગભગ 70 ટકાને કિમોથેરાપીથી કોઈ લાભ થયો નથી. આ સર્વે દુનિયાભરના છ દેશોની સ્તન કેન્સરથી પીડાતી 10,273 મહિલાઓને શામિલ કરવામાં આવી હતી.

દિલ્લીના એમ્સ હોસ્પિટલ અને સર્જીકલ ઓન્કોલોજી વિભાગના પ્રમુખ ડો.એસ.વી.એસ. દેવ એ કહ્યું હતું કે, ‘આ સ્ટડી ભવિષ્યમાં કેન્સરના ઇલાજના ઉપાયોને બદલી નાખશે.જોખમ અનુસાર વ્યક્તિગત દવા આપીને દર્દીને ઈલાજ આપવામાં આવે છે. ઓન્કોટાઇપ ડીએક્સ જેવા ટેસ્ટ ઓન્કોલોજીની પ્રેકટીસથી ભવિષ્ય બદલી દેશે. સરકારે અને વીમા કંપનીઓએ આ ટેસ્ટના ખર્ચાની જવાબદારી લેવી જોઈએ કારણકે આ મોટી સંખ્યામાં દર્દીને કિમોથેરાપી અને સાઈડ ઈફેક્ટસથી બચાવીને પૈસા બચાવામાં પણ મદદ કરે છે.’

દિલ્લીના ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પીટલના સીનીયર કન્સલ્ટન્ટ સર્જીકલ ઓન્કોલોજી ડો.રમેશ સરીનએ કહ્યું કે, ‘આ એક ખુબ જ સારી રીતે આયોજન કરેલું સ્ટડી છે. માત્ર એક સ્કોરની મદદથી ટેસ્ટ એ જણાવી શકશે કે તમારે કિમોથેરાપીની જરૂર છે કે નહી. મેં જોયું છે કે 50 થી 60 ટકા મહિલાઓને કિમોથેરાપીની જરૂરિયાત હોતી નથી અને એમને હોર્મોનલ થેરાપી સાથે ઠીક કરી શકાય છે જે એક ટેબ્લેટ છે.’

દેશમાં સ્તન કેન્સરના કિસ્સામાં 0.46 થી 2.56 ટકાની વાર્ષિક વૃદ્ધી નોંધાઈ છે.