navratri 2023/ રાજકોટ શહેર પોલીસે નવરાત્રી પર્વને લઇ બનાવ્યો એક્શન પ્લાન, યુવતીઓની છેડતી કરનારની ખેર નથી…

નવરાત્રીના પર્વને લઇ રાજકોટ શહેર પોલિસ સતર્ક બની છે.નવરાત્રી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેમજ બહેનો મન મૂકીને નવરાત્રી પર્વને માણી શકે તે માટે રાજકોટ શહેર પોલીસ ખડે પગે રહી સુરક્ષા આપી રહી છે.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 10 18T121113.114 રાજકોટ શહેર પોલીસે નવરાત્રી પર્વને લઇ બનાવ્યો એક્શન પ્લાન, યુવતીઓની છેડતી કરનારની ખેર નથી...

Rajkot News: નવરાત્રીનું સમગ્ર રાજ્યમાં ખૂબ જ મહત્વ રહેલું છે.રાજ્યના તમામ શહેરોમાં નવરાત્રીની રાત્રે જાણે ચોકે ચોક ગરબીઓ અને અર્વાચીન ગરબાઓનું આયોજન થતું હોય છે.પરંતુ આ નવ દિવસમાં પોલીસની કામગીરી પણ વધી જતી હોય છે. કારણકે આ નવ દિવસમાં શક્તિ રૂપી બહેનોનિ સુરક્ષાનિ જવાબદારી પોલીસની હોય છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા બહેનો ની  સુરક્ષા માટે એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં પોલીસ પેટ્રોલિંગ જ નહિ પરંતુ ગરબી ગ્રાઉન્ડમાં અંદર જઈ ને પણ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે, તે પણ ટ્રેડિશનલ ડ્રેસમાં જેથી ગ્રાઉન્ડ પરનિ હકીકત તેઓ જાણી શકે, DCP પૂજા યાદવના જણાવ્યા પ્રમાણે  મહિલા પોલિસનિ ખાસ  ‘SHE ‘ ટીમને પાંચ અલગ અલગ ટીમોમાં ડિવાઈડ કરવામાં આવી છે.

જે ટીમોની મહિલા પોલીસ કર્મચારીઓ પોતે ટ્રેડિશનલ એટલે કે ચણીયા ચોલી વગેરે પહેરી ગરબીના ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહે છે. યુવતીઓ સાથે કોઈ મનચલો યુવક છેડતી કરતો દેખાય તો તેને તાત્કાલિક પકડી ‘SHE’ ટીમ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવશે. રોમિયોગીરી કરતા શખ્સને તે ખબર પણ નહીં હોય કે તેની સામે જ ટ્રેડિશનલ ડ્રેસકોડમાં રમતી યુવતી કોઈ સામાન્ય યુવતી નથી પરંતુ પોતે પોલીસ કર્મચારી છે.

આ તમામ 5 ટીમને શહેરના અલગ અલગ વિસ્તાર ફાળવવામાં આવ્યા છે.જે પોતાના વિસ્તારમાં ગરબા ચાલુ થાય ત્યારથી સવારના ૪ વાગ્યા સુધી સતત પેટ્રોલિંગ કરે છે. એક ટીમમાં કુલ પાંચ મેમ્બર છે.આ ટીમ અલગ અલગ મોટા મોટા ગરબામાં જઈને વિઝિટ કરી અને ત્યાંની મહિલાઓ સાથે વાતચિત પણ કરે છે અને વેશ પલટો કરી ગરબાના ગ્રાઉન્ડ પર સેફ માહોલ છે કે નહીં તેની તમામ અપડેટ જે-તે પોલીસ સ્ટેશનને આપે છે.જો કોઈ વિસ્તારમાં અનિચ્છનિય બનાવ બને છે તો  પોલીસ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચી અને કાર્યવાહી કરે છે.

આ ટીમ માત્ર ગરબા ગ્રાઉન્ડમાં જ નહિ પરંતુ પાર્કિગમાં નકામા ઉભા રહી બહેનોને ઘુરતા અસામાજિક તત્વોની પણ પૂછપરછ કરે છે. તો સાથે જ મહિલા પોલીસે નવરાત્રિ દરમિયાન મોડી રાતે અથવા તો ગરબા ગ્રાઉન્ડ પર કોઈ પણ પ્રકારની સમસ્યા જણાઈ તો કંટ્રોલ રૂમ અથવા 100 નંબર પર જાણ કરવા અપિલ પણ કરી છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટ શહેર પોલીસે નવરાત્રી પર્વને લઇ બનાવ્યો એક્શન પ્લાન, યુવતીઓની છેડતી કરનારની ખેર નથી...


આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું

આ પણ વાંચો:પિતાએ ઠપકો આપતા બાળકીઓ ઘર છોડીને નીકળી ગઈ અને પછી જે રીતે મળી…..

આ પણ વાંચો:સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો

આ પણ વાંચો:વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની