બિપરજોય/ પોરબંદરમાં કરોડોના ખર્ચે બનેલી ચોપાટીનું બિપરજોય વાવાઝોડું ત્રાટકે તે પૂર્વે જ નિકંદન

પોરબંદરમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં છે, પરંતુ તેની અસર અત્યારથી જ વર્તાવવા લાગી છે. અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. તેના લીધે અનેક રસ્તા બંધ થઈ ગયા છે

Top Stories Gujarat
Porbandar પોરબંદરમાં કરોડોના ખર્ચે બનેલી ચોપાટીનું બિપરજોય વાવાઝોડું ત્રાટકે તે પૂર્વે જ નિકંદન

પોરબંદરમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની Bipperjoy તૈયારીમાં છે, પરંતુ તેની અસર અત્યારથી જ વર્તાવવા લાગી છે. અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. તેના લીધે અનેક રસ્તા બંધ થઈ ગયા છે. ફાયરબ્રિગેડ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો અટકાવીને રસ્તાઓ ખુલ્લા કરવામાં આવી છે. આ રીતે ટ્રાફિક જામ ન થાય તે માટે પૂરતા પ્રમાણમાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  દરિયામાં 20-20 ફૂટથી ઊંચા ઉછળતા મોજાના લીધે નવી બનેલી ચોપાટીનું ઉદઘાટન થાય તે પહેલા જ નિકંદન નીકળી ગયું છે. આમ કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે. આ બતાવે છે કે કુદરત સામે કોઈ કારી ચાલતી નથી.

વાવાઝોડાના પગલે ત્રાટકેલા વરસાદમાં પોરબંદરના Bipperjoy દરિયા નજીક આવેલા વિસ્તાર જેવા કે સુભાષનગરમાં પાણી ભરાયા છે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને લોકોનું સ્થળાંતર કરવા માટે તંત્ર આવી પહોંચ્યું છે. તંત્રએ ત્રણ હજારથી વધુ લોકોને જોખમી સ્થળ ખાલી કરવાની સૂચના આપી હતી. આ સિવાય પણ વાવાઝોડાની તીવ્રતાને ધ્યાનમાં રાખીને સલામતીના પગલા તરીકે વધુ વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યા છે.

પોરબંદરના બંદર પર વાવાઝોડાને લઈને નંબર નવનું Bipperjoy સિગ્નલ લાગેલું છે. દરિયામાં ગયેલી 4,500થી વધુ બોટ પરત બોલાવવામાં આવી છે. હવે જો વાવાઝોડું ખતરનાક થયું તો 10 કે 11 નંબરનું સિગ્નલ લાગશે. વાવાઝોડાને લઈને પોરબંદરનું સમગ્ર તંત્ર સતર્ક થઈ ગયું છે. કલેક્ટર અને ડીડીઓ સહિતનું તંત્ર વાવાઝોડા સામે સજ્જ છે. રાજ્ય સરકાર પણ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે. જ્યારે કેન્દ્ર સરકારે વાવાઝોડાનો સામનો કરવાની તૈયારીને લઈને સર્વગ્રાહી સમીક્ષા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ માટે Bipperjoy બેઠક યોજી ચૂક્યા છે. ગૃહપ્રધાન અમિત શાહે પણ આજે આ મુદ્દે બેઠક યોજી હતી અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ ભુજની મુલાકાતે છે. આ સિવાય પુરુષોત્તમ રુપાલા પણ આવી ચૂક્યા છે. તેઓ તંત્રને જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે.

 

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોય વાવાઝોડાની અસરઃ જાફરાબાદના દરિયામાં 30 ફૂટના ઉછળ્યા મોજા

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ બિપરજોય વાવાઝોડાને લઈને વન વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, જાણો શું કહ્યું

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ વાવાઝોડાની અસરથી જાફરાબાદના દરિયામાં ભારે કરંટ, મરીન ટાસ્ક ફોર્સ કમાન્ડો ટીમ તૈનાત

આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર-વાવાઝોડું-વરસાદ/ વાવાઝોડા પૂર્વે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગઃ આઠ-આઠ ઇંચ વરસાદ

આ પણ વાંચોઃ ચક્રવાત બિપરજોય/ બિપરજોયનો સામનો કરવા અમિત શાહે યોજી બેઠક