Not Set/ હવે FASTagમાંથી પણ તમારા પૈસાની થઇ રહી છે લૂંટ, આ રીતે થાય છે તમારુ એકાઉન્ટ ખાલી

અગાઉ લોકોને ટોલ પ્લાઝા પર ટોલ ભરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સરકાર દ્વારા FASTagની શરૂઆત કરવામાં આવી હતી

Top Stories India
4 3 7 હવે FASTagમાંથી પણ તમારા પૈસાની થઇ રહી છે લૂંટ, આ રીતે થાય છે તમારુ એકાઉન્ટ ખાલી

અગાઉ લોકોને ટોલ પ્લાઝા પર ટોલ ભરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે સરકાર દ્વારા FASTagની શરૂઆત કરવામાં આવી હતી. FASTagની મદદથી ટોલ પ્લાઝા પર રોકાયા વિના ટોલ ટેક્સ ચૂકવી શકાય છે. આવી સ્થિતિમાં ત્યાં લાંબા સમય સુધી રાહ જોવાની જરૂર નથી. જો કે હવે છેતરપિંડી કરનારાઓની નજર FASTag એકાઉન્ટમાં પડેલા પૈસા પર છે અને તેઓ તેમને પણ લૂંટી રહ્યા છે.

નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી

ટોલ કલેક્શન સિસ્ટમને કારણે થતી સમસ્યાઓને ઘટાડવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ શરૂ કરવામાં આવી હતી. ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ એટલે કે ફાસ્ટેગ સ્કીમ દેશમાં વર્ષ 2014માં શરૂ કરવામાં આવી હતી. તે પછી ધીમે ધીમે તેનો વિસ્તાર કરવામાં આવ્યો.

છેતરપિંડી કરનારા સક્રિય

FASTag કોઈપણ સત્તાવાર ટેગ જારીકર્તા અથવા સહભાગી બેંક પાસેથી ખરીદી શકાય છે. સાથે જ વાહનો પર FASTag લગાવવાનું હોય છે જેથી જ્યારે તેઓ ટોલ પ્લાઝાની સામેથી પસાર થાય ત્યારે ત્યાં હાજર સ્કેનર તેમને સ્કેન કરે અને ખાતામાંથી પૈસા કપાઈ જાય, પરંતુ હવે છેતરપિંડી કરનારા એટલા સક્રિય થઈ ગયા છે કે FASTag ના પૈસા પણ ઉપાડી રહ્યા છે.

એક અલગ જ કિસ્સો સામે આવ્યો

હકીકતમાં એક વ્યક્તિની ફાસ્ટેગમાં રહેલી રકમ ટોલ પર ગયા વગર નીકળી ગઈ. આ પછી જ્યારે તપાસ કરવામાં આવી તો એક અલગ જ મામલો સામે આવ્યો. આને લગતો એક વીડિયો પણ સામે આવ્યો છે.

આ રીતે ચોરી થાય છે

 વીડિયોમાં એક બાળક કાર સાફ કરવાના બહાને કારના કાચ સુધી પહોંચે છે. આ પછી તે કારના કાચ પર FASTag તરફ વિરુદ્ધ દિશામાં હાથ ફેરવીને ફરીથી હાથ ફેરવવા લાગે છે. આવી સ્થિતિમાં જોનારાઓને લાગે છે કે બાળક કાર સાફ કરી રહ્યું છે. જો કે બાળક કાર સાફ નથી કરી રહ્યો પરંતુ કારના કાચ પર FASTag સ્કેન કરીને તમારા ખાતામાંથી પૈસા કાઢી રહ્યો છે.

પૈસા કપાત શરૂ થાય છે

આ દરમિયાન બાળકે હાથમાં ઘડિયાળ જેવું ગેજેટ પહેર્યું છે જે ખરેખર એક સ્કેનર છે. જેટલી વાર તમે આ સ્કેનરને FASTag પર ફેરવો છો, FASTagમાંથી પૈસા કપાવા લાગે છે. આ સ્કેનરમાં રકમ પણ નક્કી કરવામાં આવે છે, તે મુજબ પૈસા કપાવા લાગે છે. જયારે જ્યાં સુધી પૈસા કપાતનો સંદેશ વ્યક્તિ સુધી પહોંચે છે તે બાળક પણ ત્યાંથી કાર સાફ કરીને નીકળી જાય છે. આવી ઘટનાઓને લઈને છેતરપિંડી કરનારાઓ લોકોની કમાણી પર સતત હાથ સાફ કરી રહ્યા છે.