નવરાત્રી/ રાજકોટમાં સળગતી ઇંઢોણી અને મશાલ સાથે યુવતીઓ રમે છે અદભુત રાસ

જ્યભરમાં નવરાત્રીને લઈને અર્વાચીન અને પ્રાચીન ગરબા યોજાઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં સળગતી ઇંઢોણી માથે મૂકીને હાથમાં મસાલ સાથે નાની બાળકીઓ માતાજીની આરાધના કરે છે.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 10 18T162818.807 રાજકોટમાં સળગતી ઇંઢોણી અને મશાલ સાથે યુવતીઓ રમે છે અદભુત રાસ

Rajkot News: હાલમાં નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે એવામાં રાજ્યભરમાં નવરાત્રીને લઈને અર્વાચીન અને પ્રાચીન ગરબા યોજાઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં સળગતી ઇંઢોણી માથે મૂકીને હાથમાં મસાલ સાથે નાની બાળકીઓ માતાજીની આરાધના કરે છે. જ્યારે આ ઇંઢોણી રાસ જોવા માટે અંદાજિત પાંચ થી સાત હજાર લોકો પણ આવે છે. એવામાં રાજકોટનો આ સળગતી ઇંઢોણી રાસ ખૂબ જ પ્રચલિત છે અને દર વર્ષે નવરાત્રી દરમિયાન બજરંગ ગરબી મંડળ દ્વારા તેને રમાડવામાં આવે છે. જ્યારે નાની બાળાઓ માથા ઉપર ઇંઢોણી અને સળગતો ગરબો તેમજ હાથમાં સળગતી મશાલ લઈને ગરબા રમતી હોય છે. ત્યારે આ ગરબા જોવા આવનારના જીવ પણ થોડા સમય માટે તાડવે ચોંટી જાય છે. રાજકોટના મવડી ચોકડી નજીક બજરંગ ગરબી મંડળ દ્વારા ગરબાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જ્યારે આ ગરબી મંડળમાં સળગતી ઇંઢોણી રાસ ખૂબ જ પ્રખ્યાત છે. તેમજ દૂર દૂરથી લોકો આ રાસ જોવા માટે અહીંયા મોટી સંખ્યામાં આવે છે.

ગરબી મંડળની 6 બાળકીઓ દ્વારા આ રાસ રજૂ કરવામાં આવે છે. જેમાં હાથમાં સળગતી મશાલ હોય છે અને માથા ઉપર સળગતી ઇંઢોણી અને ગરબો હોય છે. તેમજ બાળકીઓ માતાજીની આરાધના કરતી હોય છે, લગભગ અડધી કલાક સુધી બાળકીઓ આ સળગતી ઇંઢોણી રાસ રમતી હોય છે. જ્યારે બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી આ સળગતી ઇંઢોણી રાસ રમાડવામાં આવે છે.

Untitled 10 9 રાજકોટમાં સળગતી ઇંઢોણી અને મશાલ સાથે યુવતીઓ રમે છે અદભુત રાસ

બજરંગ ગરબી મંડળના આયોજક યુવરાજસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી ગરબી મંડળમાં છ બાળકો દ્વારા સળગતી ઇંઢોણી રાસ રજૂ કરવામાં આવે છે. જ્યારે આ રાસ શરૂ થયા તેના 15 વર્ષ પૂર્ણ થયા છે અને આ વર્ષે અમે 16માં વર્ષમાં તેનો પ્રવેશ કરાવ્યો છે. આ રાસની પ્રેક્ટિસ નવરાત્રીના એક મહિના અગાઉથી જ બાળકીઓને કરવામાં આવે છે અને ત્યારબાદ જ સળગતી ઇંઢોણી રાસ ત્યારબાદ જ રમાડીએ છીએ.

જ્યારે સળગતી ઇંઢોણી રાસ રમતી વખતે બાળકીઓને કોઈ ઇજાના થાય તે માટે અમે તેમની સેફ્ટીનું પૂરેપૂરું ધ્યાન રાખતા હોઈએ છીએ. અમારી ગરબી મંડળમાં કુલ 45 સ્વયંસેવકો છે, જે આ રાસ શરૂ હોય ત્યારે અલગ અલગ ખૂણે ઊભા હોય છે અને તમામ વસ્તુઓ ઉપર નજર રાખતા હોય છે. આ સાથે જ ફાયર સેફ્ટીના પણ સાધનો અહીંયા અમે રાખીએ છીએ.


whatsapp ad White Font big size 2 4 રાજકોટમાં સળગતી ઇંઢોણી અને મશાલ સાથે યુવતીઓ રમે છે અદભુત રાસ


આ પણ વાંચો:પાકિસ્તાનની જેલમાં ભારતીય માછીમારનું મોત, પરિજનો પર આભ ફાટ્યું

આ પણ વાંચો:પિતાએ ઠપકો આપતા બાળકીઓ ઘર છોડીને નીકળી ગઈ અને પછી જે રીતે મળી…..

આ પણ વાંચો:સાંતલપુરમાં કેશુ મહારાજને ટ્રક ચાલકોએ ચખાડ્યો મેથીપાક, જુઓ વીડિયો

આ પણ વાંચો:વાપી GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સોલવન્ટ કેમિકલ હોવાથી આગ વિકરાળ બની