Loksabha Election 2024/ દેશમાં રામ રાજ્ય શરૂ થઇ ગયુ છે તેને સાકાર થતા કોઇ રોકી નઇ શકે – રક્ષામંત્રી રાજનાથ સિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમની સભામાં કહ્યુ કે દેશમાં’ રામ રાજ્ય ‘ ના બીજ રોપાવાનું શરૂ થઇ ગયું છે. તેને સાકાર થવામાં કોઇ રોકી નઇ શકે.

Trending India
Cricket Tutorials YouTube Thumbnail 20 1 દેશમાં રામ રાજ્ય શરૂ થઇ ગયુ છે તેને સાકાર થતા કોઇ રોકી નઇ શકે - રક્ષામંત્રી રાજનાથ સિંહ

રક્ષામંત્રી રાજનાથ સિંહે તેમની સભામાં કહ્યુ કે દેશમાં’ રામ રાજ્ય ‘ ના બીજ રોપાવાનું શરૂ થઇ ગયું છે. તેને સાકાર થવામાં કોઇ રોકી નઇ શકે. કેન્દ્રીયમંત્રી અને ભાજપના ઉમેદવાર જિતેન્દ્ર સિંહના સમર્થનમાં કઠુઆના બસોહલીમાં આયોજીત જનસભાને સંબોધતા તેમણે કહ્યુ કે કલમ 370 નાબૂદ, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ અને CAAના અમલ જેવા વચનો પાર્ટીએ પૂરા પાડ્યાનો દાવો કર્યો છે.

તેમણે કહ્યું કે ભાજપ સરકાર બનાવવા માટે નહીં પરંતુ દેશ માટે રાજનીતિ કરી રહી છે, જેણે જનતા અને નેતાઓ વચ્ચે વિશ્વાસના અભાવને કારણે સર્જાયેલી મોટી મુશ્કેલીમાંથી દેશને બહાર કાઢ્યો છે. BJPના વરિષ્ઠ નેતા રાજનાથ સિંહે લોકોને ખાતરી આપી હતી કે CAA લાગુ થયા પછી કોઈપણ ભારતીય નાગરિક તેની નાગરિકતા ગુમાવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે ભાજપ આગામી પાંચ વર્ષમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાનું વચન પાળશે. ટ્રિપલ તલાક પર પ્રતિબંધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, “અમે સરકાર બનાવીએ કે ન બનાવીએ, મહિલાઓની ગરિમા અને સન્માન પર હુમલો અમને સ્વીકાર્ય નથી.”

ભારતમાં રામ રાજ્યની શરૂઆત થઇ ગઇ છે
રાજનાથે કહ્યું ‘મને લાગે છે કે દેશમાં રામ રાજ્યની શરૂઆત થઈ ગઈ છે. અને તેને સાકાર થતાં કોઈ રોકી શકશે નહીં. રામ રાજ્યનો અર્થ એ છે કે લોકોને તેમની ફરજો પ્રત્યે જાગૃતિ અને સમજ હોવી જોઈએ. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે લોકોમાં હકની ભાવના શરૂ થાય છે.” કઠુઆ જિલ્લો ઉધમપુર સંસદીય મતવિસ્તારનો ભાગ છે જ્યાં 19 એપ્રિલે સાત તબક્કાની લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાન થશે. ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે દેશમાં એવી સ્થિતિ ઉભી થઈ રહી છે જ્યાં લોકો તેમની ફરજો સમજી રહ્યા છે. તેમણે કહ્યું કે, “જ્યારે સરકારમાં બેઠેલા લોકો પોતાની ફરજો જવાબદારીપૂર્વક નિભાવશે તો ધીમે ધીમે લોકોમાં પણ જાગૃતિ આવશે.” અમે સરકાર બનાવવા માટે નહીં પરંતુ દેશ માટે રાજનીતિ કરી રહ્યા છીએ.

રક્ષામંત્રીએ ઉધમપુર સીટ પરથી જીતેન્દ્ર સિંહની ત્રીજી વખત ભારે લીડથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેમણે લોકોને કહ્યુ કે ભારતીય જનસંધથી લઇને આજસુધીના પાર્ટીના ઘોષણાપત્રને વાંચો અને એ જોવો અમે બધા વચન પાળ્યા છે.

UCC પર ગેરસમજ ફેલાવે છે વિપક્ષ
રાજનાથે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યુ કે “અમે CAA લાગુ કર્યું પરંતુ એવા લોકો છે જે ગેરસમજ ઉભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હું એ સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈ પણ ભારતીય નાગરિક તેની નાગરિકતા ગુમાવશે નહીં.” તેમણે વધુમાં કહ્યું, ”અમે આગામી પાંચ વર્ષમાં UCC લાગુ કરવાનું વચન આપ્યું છે, અને આવુ કેમ ના થવુ જોઇએ.

મહિલાના સન્માન પર હુમલો સહન નહીં થાય
ટ્રિપલ તલાકનો ઉલ્લેખ કરતા રાજનાથે કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે તમે બીજાની ધાર્મિક બાબતોમાં કેમ દખલ કરી રહ્યા છો. તેણે કહ્યું, “હું તેમને સ્પષ્ટ કરવા માંગુ છું કે કોઈપણ મહિલા, ભલે તે કોઈપણ ધર્મની હોય, તે આપણી માતા, બહેન અને પુત્રી છે. મહિલાઓની ઓળખ અને સન્માન પર હુમલાને સાંખી લેવામાં નઇ આવે.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ઈરાન-ઈઝરાયેલ વિવાદ અંગે જયશંકરે વ્યક્ત કરી ઊંડી ચિંતા, આપી આ સૂચના

આ પણ વાંચો:બાડમેરમાં મહિલાએ અર્ધનગ્ન કરાવી પરેડ, પરિણીત પુરુષ સાથે અફેર હોવાના આરોપ

આ પણ વાંચો:જપ્ત કરાયેલા જહાજમાં સવાર 17 ભારતીયોને મુક્ત કરવામાં ભારત વ્યસ્ત, નવી દિલ્હીથી તેહરાન સુધીની બેઠકો

આ પણ વાંચો:બીજેપીના મેનીફેસ્ટો પર મલ્લીકાર્જુને પોતાના વિચાર વ્યક્ત કર્યા