ગુજરાત/ ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો

રાહુલ સિંહા દ્વારા આ મામલે સંજય કુમાર બોઘરા, સંજય કાકલોતર, સંદીપ રાણા, ભુપેન્દ્ર મિશ્રા, મયુર બિસ્કીટ વાલા, ચિરાગ કથીરિયા, મહાવીર ભરોડિયા, કૃષ્ણકાંત પંડત, પવન સઘવાણી, રમેશ જૈન અને રોનક ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે.

Gujarat Surat
Untitled 103 1 ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો

@અમિત રૂપાપરા 

નવી મુંબઈ મહારાષ્ટ્રમાં આવેલ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડમાં હેડ કલેક્શન ફ્રોડ રિસ્ક અને એનાલિટિક્સ તરીકે ફરજ બજાવતા રાહુલ સિંહા દ્વારા એક જ છેતરપિંડી બાબતે સુરત પોલીસને અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં રાહુલ સિંહા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડમાં ઓવર ફંડિંગ થયું છે અને બેન્કના કર્મચારી તથા વેલ્યુ અરે તેમાં મુખ્ય ભાગ ભજવીને બેન્કને આર્થિક રીતે મોટું નુકસાન કરી બેન્ક સાથે છેતરપિંડી કરી છે.

આ બાબતે તપાસ ઈકોનોમિક સેલને સોંપવામાં આવી હતી ત્યારે ઇકો સેલ દ્વારા આ અરજીની રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે વર્ષ 2020થી વર્ષ 2021 દરમિયાન બેન્ક દ્વારા જે લોન આપવામાં આવી છે તે લોનમાં કેટલીક મિલકતોના વેલ્યુએશન ઓવર બતાવીને 12 જેટલા આરોપીઓએ અગાઉથી જ કાવતરું રચી બેન્કમાંથી અલગ અલગ લોકોને ફંડિંગ આપ્યું હતું. 115 જેટલા લોન ધારકોને અગાઉથી જ કાવતરું રચી આ 12 ઈસમોએ ઓવર ફંડિંગ કરાવ્યું હતું અને જેના કારણે બેંકને 31 કરોડનું નુકસાન થયું છે.

રાહુલ સિંહા દ્વારા આ મામલે સંજય કુમાર બોઘરા, સંજય કાકલોતર, સંદીપ રાણા, ભુપેન્દ્ર મિશ્રા, મયુર બિસ્કીટ વાલા, ચિરાગ કથીરિયા, મહાવીર ભરોડિયા, કૃષ્ણકાંત પંડત, પવન સઘવાણી, રમેશ જૈન અને રોનક ઠક્કર સામે ફરિયાદ નોંધાવી છે. આ સમગ્ર મામલે ઇકો સેલ દ્વારા તપાસ કરવામાં આવી છે અને તપાસ દરમિયાન મયુરકુમાર બિસ્કીટ વાલા, સંજય બોઘરા, પવન કુમાર સઘવાણી અને સંદીપ કુમાર રાણાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

આરોપી પકડાયા છે તેમાં મયુરકુમાર બિસ્કીટવાલા કે જે ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં ચેનલ સેલ્સ મેનેજર હતો અને તેને લોન લેનાર ગ્રાહક તથા મિલકતની વિઝીટ કરવાની હોય છે પરંતુ તેને જાણી જોઈને મિલકતની વેલ્યુ ઓછી હોવા છતાં તેની વેલ્યુ વધારે બતાવી હતી. બીજો આરોપી સંજય બોઘરા કે જે ઉત્કર્ષ સ્મોલ ફાઇનલ બેંકમાં DSA તરીકે કામ કરતો હતો અને તેને અલગ અલગ મિલકતોની ફાઈલ લાવીને ચેનલ સેલ્સ મેનેજર મયુર બિસ્કીટવાલાને આપવાની હોય છે અને સંજયને આ મિલકતોની વેલ્યુ ઓછી હોવાની ખબર હતી છતાં તેને મેનેજર મયુર બિસ્કીટવાલાનો સાથ આપી આ કાવતરામાં ભાગ ભજવ્યો હતો. ત્રીજો આરોપી પવન કુમાર સઘવાણી કે જે બેંકમાં વેલ્યુઅર તરીકે કામ કરતો હતો અને મિલકતોની વેલ્યુ ઓછી હોવા છતાં તેને સહ આરોપી સાથે મળી વેલ્યુ વધારે પ્રમાણે બતાવી રિપોર્ટ બનાવ્યા હતા અને બેન્કમાં સબમીટ કર્યા હતા.

આ ઉપરાંત ચોથા આરોપી સંદીપ રાણા કે જે બેંકમાં DSA તરીકે કામ કરતો હતો અને તેને પણ અલગ અલગ લોન લેનાર લોકો પાસેથી મિલકતોની ફાઈલ ચેનલ સેલ્સ મેનેજર મયુર બિસ્કીટવાલાને આપી અને મિલકતની વેલ્યુ ઓછી હોવાનું તે જાણતો હોવા છતાં પણ તેને આ કાવતરામાં સાથ આપ્યો.

આજે આરોપીઓ પકડાયા છે તેમની એમો એવી હતી કે, તે મિલકતની વેલ્યુ ઓછી હોવા છતાં મિલકતની વેલ્યુ વધારે બતાવતા હતા અને એકબીજાની મેળાપણીથી મદદગારીથી બેન્ક પાસેથી અલગ અલગ રકમની લોન લોકોને અપાવતા હતા અને બેન્કને ઓવર ફંડિંગ કરાવતા હતા હાલમાં ચાર આરોપીની ધરપકડ ઇકોસેલ દ્વારા કરવામાં આવી રહી છે અને તેમની પૂછપરછ કરી ગુનાહિત કાવતરા સંબંધિત તેમની સંડોવાયેલા અન્ય આરોપીઓ અને પુરાવા મેળવવાની દિશામાં તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો:નશેડીઓમાં પેઇન કિલર અને ઊંઘની દવાની નશા માટે ભારે માંગઃ દિલ્હીની ટીમે રેડ પાડી

આ પણ વાંચો:સુરતઃ દુષ્કર્મ કરી યુવતી પાસેથી પૈસા પડાવનાર બેની ધરપકડ

આ પણ વાંચો:ડમી કાંડ તોડ કાંડમાં પરિવર્તીતઃ યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ

આ પણ વાંચો:ડમી કૌભાંડને દબાવવા માટે ડમી કૌભાંડને ઉજાગર કરનારની જ ધરપકડ – હેમાંગ રાવલ

આ પણ વાંચો:આઠ કલાક લાંબી પૂછપરછ બાદ કથિત તોડકાંડ મામલે યુવરાજસિંહની ધરપકડ, આવતીકાલે કોર્ટમાં રજૂ કરાશે