Not Set/ મેદાનમાં શા માટે રડ્યો ધોનીનો આ લિટલ ફેન, અર્જને બતાવ્યું આ કારણ

નવી દિલ્હી, એશિયા કપ ૨૦૧૮માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી સુપર – ૪ મેચ અંતે ટાઈમાં પરિણામી હતી. અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૨૫૩ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ પણ ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન જ બનાવી શકી હતી અને આ મુકાબલો ટાઈ રહ્યો હતો. આ મેચ જીતવા માટે ભારતને ૫૦મી ઓવરમાં ૭ રનની જરૂરત હતી. રાશિદ ખાનની […]

Trending Sports Videos
tQXzbckw મેદાનમાં શા માટે રડ્યો ધોનીનો આ લિટલ ફેન, અર્જને બતાવ્યું આ કારણ

નવી દિલ્હી,

એશિયા કપ ૨૦૧૮માં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી સુપર – ૪ મેચ અંતે ટાઈમાં પરિણામી હતી. અફઘાનિસ્તાન દ્વારા આપવામાં આવેલા ૨૫૩ રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ પણ ૪૯.૫ ઓવરમાં ૨૫૨ રન જ બનાવી શકી હતી અને આ મુકાબલો ટાઈ રહ્યો હતો.

આ મેચ જીતવા માટે ભારતને ૫૦મી ઓવરમાં ૭ રનની જરૂરત હતી. રાશિદ ખાનની અંતિમ ઓવરના બીજા જ બોલે રવિન્દ્ર જાડેજાએ ફોર ફટકારી ભારતને જીતની નજીક લાવી દીધું હતું.

જો કે ત્યારબાદ જાડેજાએ રાશિદ ખાનના પાંચમા બોલે જાડેજાએ એક રન લેવાની કોશિશમાં હવામાં શોટ રમ્યો હતો અને કેચ આઉટ થયો હતો.

ભારતીય ટીમના ખેલાડી રવીન્દ્ર જાડેજાના આઉટ થવાની સાથે જ પેવેલિયનમાં બેઠેલો અર્જન સિંઘ નામનો બાળક અચાનક જ રડવા લાગ્યો હતો. તેને લાગ્યું હતું કે, ભારત આ મેચ હારી જશે. જો કે ત્યારબાદ અર્જનનો રડતો આ વીડિયો ખુબ વાઈરલ થયો હતો અને દુનિયાભરમાં આ બાળકની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી.

https://twitter.com/RahulRa15111737/status/1044807180766126080

ભારત અન અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ બાદ હવે અર્જન સિંઘ નામના બાળકે રડવાનું કારણ જણાવ્યું છે. તેને જણાવ્યું હતું કે, “હું એ આ મેચનો ખુબ આ આનંદ માણ્યો, પરંતુ જ્યાર્રે પાંચમા બોલ પર જાડેજાએ હવામાં શોટ માર્યો ત્યારે મને લાગ્યું હતું કે, આ બોલ સીમા પાર કરીને છક્કા માટે જશે, પરંતુ તે આઉટ થઇ ગયા હતા”.

તેને પોતાના રડવા અંગેનું કારણ આપતા કહ્યું, “મારા રડવાનું કારણ પણ આ જ હતું કે, કેપ્ટન તરીકે ધોની પોતાની અંતિમ મેચ હાર્યા હતા”.