સુરત/ રાંદેર પોલીસે વેશ પલટો કરી ડ્રગ્સની હેરાફેરી કરનાર દંપતીને ઝડપી પાડ્યું

સુરતના રાંદેર પોલીસે બાતમીના આધારે રાંદેરના તાજ એપાર્ટમેન્ટ માંથી આરોપી સમીર મુનાફ મલિક અને તેમની પત્ની સાનિયા સમીર મલિકની ધરપકડ કરી છે.

Gujarat Surat
YouTube Thumbnail 93 રાંદેર પોલીસે વેશ પલટો કરી ડ્રગ્સની હેરાફેરી કરનાર દંપતીને ઝડપી પાડ્યું

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં ફરી ડ્રગ્સ ઝડપાયું હતું.આ વખતે પોલીસે બાતમી ના આધારે વેશ પલટો કરી ડ્રગ્સની હેરાફેરી કરનાર દંપતીને ઝડપી પાડ્યું હતું.રાંદેર પોલીસે મુસ્લિમ વેશ ધારણ કરી દંપતી પર વોચ ગોઠવી હતી.જેવા બંને આવ્યા તેવાજ ડ્રગ્સ સાથે ઝડપાઇ ગયા હતા

નો ડ્રગ્સ ઇન સુરત સીટી અંતર્ગત પોલીસ ડ્રગ્સ વિરોધી મુહિમ ચલાવી રહી છે.તેવમાં સુરતના રાંદેર પોલીસે બાતમીના આધારે રાંદેરના તાજ એપાર્ટમેન્ટ માંથી આરોપી સમીર મુનાફ મલિક અને તેમની પત્ની સાનિયા સમીર મલિકની ધરપકડ કરી છે.  પોલીસને તેમની પાસેથી 20.36 ગ્રામનું પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ પણ પકડી પડવામાં આવ્યું છે. આ મેફેડ્રોન ડ્રગ્સની કિંમત આશરે

2.03.600 રૂપિયા છે. તે સાથે જ તેમની 4200 રૂપિયા અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત 77.500 છે. તે ઉપરાંત એક સુઝીકી કંપનીની બર્ગમેન મોપેડ જેની કિંમત આશરે 1.10.000 એમ કુલ 3.95.300નો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી છે.

મહત્વનું છે કે આ બને દંપતિઓ રાંદેરના રામનગર વિસ્તાર માં ડ્રગ્સ વહેચવા આવતા હોવાની બાતમી પોલીસને મળી હતી જેને પકડવા માટે પોલીસે વેશ પલટો કરીને ત્યાં રેકી કરી હતી.. જે રીતે આરોપીઓ આવ્યા ત્યારે જ પોલીસે પોતાના અન્ય બે પંચોને તેમની પાસે મોકલી ખાતરી કરી હતી અને ખાનગી ગાડીમાં બેસીને આરોપીઓના ઘર સુધી પોહચી બંને શાંતિર દંપતીઓની ધરપકડ કરી તેમની પાસેથી પોલીસને  20.36 ગ્રામનું પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ પકડી પડવામાં આવ્યું હતું. આ મેફેડ્રોન ડ્રગ્સની કિંમત આશરે

2.03.600 રૂપિયા છે. તે સાથે જ તેમની 4200 રૂપિયા અને ત્રણ મોબાઈલ ફોન જેની કિંમત 77.500 છે. તે ઉપરાંત એક સુઝીકી કંપનીની બર્ગમેન મોપેડ જેની કિંમત આશરે 1.10.000 એમ કુલ 3.95.300નો મુદ્દામાલ જપ્ત કરી ડ્રગ્સ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતા તે અંગે તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 રાંદેર પોલીસે વેશ પલટો કરી ડ્રગ્સની હેરાફેરી કરનાર દંપતીને ઝડપી પાડ્યું


આ પણ વાંચો:અમદાવાદ પોલીસ નવરાત્રીને લઈ એક્શનમાં, તૈયાર કર્યો ખાસ પ્લાન

આ પણ વાંચો:અમદવાદમાં એક સપ્તાહમાં હવાની ગુણવત્તા સૂચકાંક 80-100 રહી

આ પણ વાંચો:દરેક સનાતની હિન્દુઓએ અવશ્ય તિલક કરીને આવવુંઃ ફતેસિંહ ચૌહાણ

આ પણ વાંચો:અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી શહેરના 215 થી વધુ સ્પા પર દરોડા