Not Set/ Sony Xperia XZ3 થયો લોન્ચ, અહીં જાણો સ્પેસિફિકેશન અને કિંમત

જાપાનની દિગ્ગજ ટેક કંપની Sony એ 30 ઓગસ્ટે નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Xperia XZ3 લોન્ચ કર્યો છે. સોની એક્સપીરીયા એક્સઝેડ 3 સ્માર્ટફોન Xperia XZ 2 ના અપગ્રેડેડ વર્ઝનના રૂપે લોન્ચ કરવામાં આવ્યો છે. આમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. એક્સપીરિયા એક્સઝેડ 3 એન્ડ્રોઇડ પાઇ સાથે આવશે. સોનીના આ નવા ફોનની ડિસ્પ્લે ઘણી ખાસ છે. જોકે, સોનીએ એક્સપીરિયા […]

Top Stories Tech & Auto
sony xperia xz3 render 1 Sony Xperia XZ3 થયો લોન્ચ, અહીં જાણો સ્પેસિફિકેશન અને કિંમત

જાપાનની દિગ્ગજ ટેક કંપની Sony30 ઓગસ્ટે નવો ફ્લેગશિપ સ્માર્ટફોન Xperia XZ3 લોન્ચ કર્યો છે. સોની એક્સપીરીયા એક્સઝેડ 3 સ્માર્ટફોન Xperia XZ 2 ના અપગ્રેડેડ વર્ઝનના રૂપે લોન્ચ કરવામાં આવ્યો છે. આમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. એક્સપીરિયા એક્સઝેડ 3 એન્ડ્રોઇડ પાઇ સાથે આવશે. સોનીના આ નવા ફોનની ડિસ્પ્લે ઘણી ખાસ છે.

sony xperia xz3 render 3 e1535699764793 Sony Xperia XZ3 થયો લોન્ચ, અહીં જાણો સ્પેસિફિકેશન અને કિંમત

જોકે, સોનીએ એક્સપીરિયા એક્સઝેડ3ની કિંમતનો ખુલાસો કર્યો નથી. પરંતુ એક્સપીરીયા એક્સઝેડ2 ની કિંમત થોડી વધારે હતી, જેની આસપાસ આ ફોનની કિંમત હશે. કંપનીએ ભારતીય બજારમાં એક્સઝેડ 2 ની કિંમત 73,000 રૂપિયા રાખવામાં આવા હતી. સોનીએ જાહેરાત કરી છે કે આ સ્માર્ટફોન સપ્ટેમ્બરના અંતથી કેટલાક પસંદગીના માર્કેટમાં ઉપલબ્ધ થશે. જેથી એવું માનવામાં આવી રહ્યું છે કે એન્ડ્રોઇડ પાઇ સાથે આવતો આ પહેલો સ્માર્ટફોન હશે.

સ્પેસીફીકેશનની વાત કરીએ તો, સોનીએ કહ્યું છે કે આ સ્માર્ટફોનમાં સિંગલ સિમ અને ડ્યુઅલ સિમ, એમ બે ઓપશન હશે. ઉપરાંત 6 ઇંચની ક્યૂએચડી+ એચડીઆર ઓલેડ ડિસ્પ્લે હશે. જેનો આસ્પેક્ટ રેશિયો 18:9 હશે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગોરીલા ગ્લાસ 5 આપવામાં આવ્યો છે. ઉપરાંત સ્માર્ટફોનમાં સ્નેપડ્રેગન 845 પ્રોસેસર, 4 જીબી રેમ અને 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ઇન્ટરનલ સ્ટોરેજ માઈક્રો એસડી કાર્ડની મદદથી 512 જીબી સુધી વધારી શકાશે.

605762 sony xperia xz3 hands on e1535699795210 Sony Xperia XZ3 થયો લોન્ચ, અહીં જાણો સ્પેસિફિકેશન અને કિંમત

કેમેરા વિષે જણાવીએ, તો Sony Xperia XZ3 માં f/2.0 એપર્ચર સાથે એકસમોર આરએસ સેન્સર વાળો 19 મેગાપિક્સલનો રિયર કેમેરા આપવામાં આવ્યો છે. જેની મદદથી સ્લો મોશનમાં એચડી અને એફએચડી વિડિઓ શૂટ કરી શકાશે. 23mm વાઈડ એંગલ લેન્સ સાથે 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. બીજા મોટાભાગના સોની એક્સપીરીયા સ્માર્ટફોનની જેમ એક્સપીરીયા એક્સઝેડ3 પણ વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે. પાવર માટે સ્માર્ટફોનમાં 3330mAh ની બેટરી આપવામાં આવી છે. જે ક્વિક ચાર્જ 3.0 સપોર્ટ કરે છે. સોનીનો આ નવો સ્માર્ટફોન બ્લેક, વ્હાઇટ , સિલ્વર, ફોરેસ્ટ ગ્રીન અને બોરડો રેડ કલરમાં મળશે.