Gujarat rainforecast/ ગુજરાતમાં આગામી અઠવાડિયાના વરસાદમાં ચોમાસાની બાકીની ખાધ પૂરી થઈ જશે

ગુજરાતમાં કહેવત છે કે શ્રાવણના સરવરીયા તો ભાદરવો ભરપૂર. મેઘરાજા પણ આ જ કહેવતને સાચી પાડતા હોય તેમ શ્રાવણમાં સરવરીયા કર્યા પછી ભાદરવાને ભરપૂર બનાવવાની તૈયારીમાં છે.

Gujarat
For Mantavya 2 ગુજરાતમાં આગામી અઠવાડિયાના વરસાદમાં ચોમાસાની બાકીની ખાધ પૂરી થઈ જશે

ગાંધીનગરઃ ગુજરાતમાં કહેવત છે કે શ્રાવણના સરવરીયા તો ભાદરવો ભરપૂર. મેઘરાજા પણ આ જ કહેવતને સાચી પાડતા હોય તેમ શ્રાવણમાં સરવરીયા કર્યા પછી ભાદરવાને ભરપૂર બનાવવાની તૈયારીમાં છે. ગુજરાતમાં આગામી Gujarat rain સપ્તાહમાં મેઘરાજા ત્રાટકશે ત્યારે તેની સાથે રાજ્યમાં વરસાદની રહી સહી ખાધ પણ પૂરી થઈ જશે તેમ માનવામાં આવે છે.

ગુજરાતમાં આગામી 16થી 22 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી છે. તેમા પણ ચોમાસુ બારે મેઘ ત્રાટકે તેમ ત્રાટકવાના લીધે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ફરીથી જળબંબાકાર બને તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

બંગાળની ખાડીમાં લો પ્રશર સર્જાવવાના લીધે રાજ્યમાં સારા Gujarat rain વરસાદની સંભાવનાઓ છે. ગુજરાત પર પણ લો પ્રેશર સિસ્ટમ બનતી હોવાથી રાજ્યમાં ફરી એક વખત વરસાદી વાતાવરણ છવાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સામાન્યથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 16 અને 17મી સપ્ટેમ્બરે પણ ભારે વરસાદની આગાહી છે.

ગુજરાત પર લો પ્રેશર સિસ્ટમ આગામી સમયમાં સક્રિય થતાં રાજ્યના Gujarat rain ઘણા બધા જિલ્લામાં સારો પડશે. વરસાદનો આ રાઉન્ડ આગામી સમયમાં મોટાભાગના જિલ્લામાં વરસાદની સરેરાશ 100 ટકા કરે તેમ માનવામાં આવે છે. ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારે વરસાદના લીધે દક્ષિણ ગુજરાતમાં ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી પાણીથી તરબોળ થઈ જશે. જ્યારે અમરેલી, ભાવનગર, દીવ, જૂનાગઢમાં પણ વરસાદી વાતાવરણ છવાશે. પોરબંદર અને બોટાદમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત તેમજ અમદાવાદમાં પણ હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચોઃ Khodiyarmata Dispute/ખોડિયાર માતા પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હાથ જોડી માફી માંગી, જુઓ શું કહ્યું?

આ પણ વાંચોઃ ACB/સુરત ACBએ મહિલા કલાર્ક અને કમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

આ પણ વાંચોઃ AMC/ગણેશ ચતુર્થીના તહેવારને લઇ AMCએ લીધો આ મોટો નિર્ણય,છ કરોડ રૂપિયાના ખર્ચે વિસર્જનકુંડ બનાવાશે

આ પણ વાંચોઃ સુરત/સુરત ક્રાઈમ બ્રાન્ચે ચેન સ્નેચરની ઝડપી પાડી ગેંગ

આ પણ વાંચોઃ Suicide/આટલી હદે સ્માર્ટફોનની જીદ: મોબાઈલ લઈ ન આપતા યુવકે જીવન ટુકાવ્યું