ગુજરાત વરસાદ/ રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી

ગુજરાતમાં વરસાદના આગમને લોકોને ગરમીથી રાહત આપી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી હજી પણ વરસાદની શક્યતાની હવામાન વિભાગે આગાહી કરી છે.

Top Stories Gujarat Others
Cricket Tutorials YouTube Thumbnail 12 1 રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે, હવામાન વિભાગે વરસાદને લઈ કરી આગાહી

ગુજરાતમાં વરસાદના આગમને લોકોને ગરમીથી રાહત આપી છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યમાં આવનારા પાંચ દિવસ સુધી હજી પણ વરસાદની શક્યતાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન નિષ્ણાત મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. બંગાળની ખાડીમાં સર્જાતા લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતના તમામ જીલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી.

આગામી દિવસોમાં અમદાવાદના જિલ્લાઓમાં કયાંક છૂટો છવાયો વરસાદ થશે. જ્યારે સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાતમાં વીજળી સાથે પડી શકે છે. મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે નવસારી, સુરત, વલસાડ, ગીર-સોમનાથ, અમરેલી, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતમાં અનેક સ્થાનો પર વરસાદનું આગમન થયું છે. ત્યારે ઉત્તર પ્રદેશ, દક્ષિણ ઝારખંડ,ઓડિશા,મધ્ય પ્રદેશ,અને ઉત્તરપંજાબદિલ્હી,ચંદીગઢ,હિમાચલ પ્રદેશ, હરિયાણા,ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના ઘણા ભાગો અને ઉત્તર મધ્ય પ્રદેશ, દક્ષિણ બિહાર અને ઉત્તર રાજસ્થાનના ભાગોમાં મહત્તમ તાપમાન 44 થી 46 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું હતું. દેશમાં ઉત્તરભારતમાં ભીષણ ગરમીનો માહોલ છે. જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ જોવા મળ્યો. પશ્ચિમબંગાળ, અસમ, મેઘાલય, અરુણચાલપ્રદેશમાં જુદા-જુદા સ્થાનો પર 19 થી 21 જૂન દરમ્યાન ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરતા રેડ એલર્ટ પણ જારી કર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો

આ પણ વાંચો: સુરતમાં દેરાસર બહાર પશુનું માથું ફેંકાતા જૈનોમાં રોષ

આ પણ વાંચો: ગુજરાતના અન્ન પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી

આ પણ વાંચો: ગુજરાત યુનિ.નો છબરડો, ગર્લ્સ કોલેજમાં બોય્સને આપ્યો પ્રવેશ