Africa/ 70 વર્ષે પારણું બંધાયું, વૃદ્વાએ જુડવા બાળકોને આપ્યો જન્મ

70 વર્ષીય વૃદ્ધ મહિલાનું માતા બનવાનું સપનું સાકાર થયું, જાણો આ કેવી રીતે શક્ય બન્યું?

World Ajab Gajab News Trending
YouTube Thumbnail 2023 12 01T130112.119 70 વર્ષે પારણું બંધાયું, વૃદ્વાએ જુડવા બાળકોને આપ્યો જન્મ

કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ ન હોઈ શકે અને જ્યાં ભગવાન ન હોઈ શકે ત્યાં તેણે મા બનાવી છે. બાળકને જન્મ આપવો અને જીવનચક્ર ચાલુ રાખવું એ માતાની પ્રવૃત્તિ છે. સ્ત્રીનું જીવન માતા બનીને, બાળકને જન્મ આપીને, માતા કહેવાથી સફળ બને છે, જ્યારે કેટલીક સ્ત્રીઓ એવી હોય છે જેને માતા બનવાનો આનંદ નથી મળતો, પરંતુ આમાંની કેટલીક સ્ત્રીઓ એવી હોય છે જેમને માં બનવાનો આનંદ થોડો મોડો મળે છે. ત્યારે યુગાન્ડામાં રહેતી એક 70 વર્ષીય વૃદ્ધ મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો અને આફ્રિકાની સૌથી વૃદ્ધ માતા બની.

વિજ્ઞાનના કારણે બાળકોનો જન્મ શક્ય બન્યો

જોડિયા બાળકોને જન્મ આપનાર મહિલાનું નામ સફિના નામુકવેયા છે, જે 2 બાળકોને જન્મ આપ્યા બાદ સ્વસ્થ છે. ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાંથી રજા પણ આપી દીધી હતી. જ્યારે બાળકોનો જન્મ થયો ત્યારે પરિવારે રાજધાની કમ્પાલાની હોસ્પિટલમાં મીઠાઈ વહેંચી હતી અને તેમને આ ખુશી આપવા બદલ ડોક્ટરો અને નર્સોનો આભાર વ્યક્ત કર્યો હતો. ડો. એડવર્ડ તમાલે સાલી જેમણે ગર્ભાવસ્થાથી લઈને ડિલિવરી સુધી સફિનાની દેખરેખ રાખી, એએફપીને જણાવ્યું કે આ એક અસાધારણ સિદ્ધિ છે અને તે IVF તકનીકને કારણે શક્ય છે, જે તેમણે સ્વેચ્છાએ લીધી કારણ કે તે માતા બનવાના આનંદનો અનુભવ કરવા માંગતી હતી. લોકો તેમને વાંઝ કહીને ટોણા મારતા હતા, પરંતુ તેણે બાળકોને જન્મ આપીને લોકોને ખુશ કર્યા હતા.

સફીનાએ જણાવ્યું કે, તેમના પહેલા પતિનું 1992માં અવસાન થયું હતું, જેના કારણે તે સંતાન વિના રહી ગઈ હતી. આ પછી તેને કોઈ પાર્ટનર મળ્યો ન હતો. હવે અચાનક તેના જીવનમાં એક વ્યક્તિ આવી અને તેના દિલમાં ફરી માતા બનવાની ઈચ્છા જાગી, પરંતુ વૃદ્ધાવસ્થાના કારણે તે ડરતી હતી. તેમ છતાં તેણે ડૉક્ટરનો સંપર્ક કર્યો અને IVF વિશે જાણ્યું. જોખમ ઉઠાવીને તે સારવાર કરાવવા સંમત થયો. ડૉક્ટરોએ પણ સહકાર આપ્યો અને પ્રેગ્નન્સી શરૂ થઈ, જે ડૉક્ટરો અને નર્સોના કારણે છેવટ સુધી કોઈ સમસ્યા વિના પૂરી થઈ, પરંતુ કમનસીબે બાળકોને જન્મ આપ્યા પછી બૉયફ્રેન્ડ તેમને મળવા આવ્યો નહીં.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: