Viral Video/ અમદાવાદમાં TRB જવાનનો તોડ કરતો વીડિયો વાયરલ, જુઓ

આ વીડિયોમાંTRB જવાન વાહન ચાલક પાસેથી 2000થી 2500નો દંડ આપવાનું કહી 200 રૂપિયાનો તોડ કરતો હોવાનું દેખાઈ રહ્યું છે.

Ahmedabad Gujarat
WhatsApp Image 2023 09 08 at 7.43.07 PM અમદાવાદમાં TRB જવાનનો તોડ કરતો વીડિયો વાયરલ, જુઓ
  • 2000થી 2500 નો દંડ આપવાનું કહીને કરે છે તોડ
  • 200 રૂપિયાનો તોડ કરતા TRB જવાનનો વીડિયો વાયરલ
  • વીડિયો વાયરલ થતા પોલીસે શરૂ કરી તપાસ
  • વીડિયોની  મંતવ્ય  ન્યૂઝ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી. 

ગુજરાતમાં ફરી એકવાર TRB જવાનનો તોડ કરતો વીડિયો સામે આવ્યો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદમાં TRB જવાન વાહનચાલકો પાસેથી પૈસાનો તોડ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાંTRB જવાન વાહન ચાલક પાસેથી 2000થી 2500નો દંડ આપવાનું કહી 200 રૂપિયાનો તોડ કરતો હોવાનું દેખાઈ રહ્યું છે. જેનું વિડીયો રેકોડિંગ વાહન ચાલક દ્વારા ઉતારવામાં આવ્યો હતો

હાલ તો સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ વીડિયો ના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે TRB જવાન દ્વારા જો લાંચ માગવામાં આવી હસે તો પોલીસ દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જોકે આ વીડિયોની  મંતવ્ય  ન્યૂઝ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.

 

View this post on Instagram

 

A post shared by Mantavya News (@mantavyanews)

અમદાવાદમાં TRB જવાનનો તોડ કરતો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી ગઈ હતી. ભદ્ર કોર્ટથી વિક્ટોરિયા ગાર્ડન નજીક એક વાહન ચાલકને TRB જવાને રોક્યો હતો. જે બાદમાં TRB જવાને કથિત રીતે 2000થી 2500નો દંડ આપવાનું કહી 200 રૂપિયાનો તોડ કર્યો હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જોકે વાહનચાલકે આ સમગ્ર ઘટના રેકોર્ડ કરી લેતા આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જો કે, ત્યારબાદ બંન્ને તોડબાજ TRB જવાનને ફરજ મુક્ત કરાયા છે.

આ પણ વાંચો:અમદાવાદથી સુરત જતા પરિવારને નડ્યો અકસ્માત, સાસુ અને વહુનું ઘટના સ્થળે જ મોત

આ પણ વાંચો:ભાવનગરમાં ઘર પાસે રમતા  પાંચ વર્ષના બાળકનું કરુણ મોત, જાણો કેવી રીતે ગયો માસૂમનો જીવ

આ પણ વાંચો:લાંબા વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદની આગાહી

આ પણ વાંચો:તાપીમાં મોટા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા ખેડૂતોમાં આનંદની લાગણી