Sunday Death/ રજાના દિવસે ફરવા નીકળ્યો અને મળ્યું મોત

સુરતીઓને બીઆરટીએસ સાથે ખાસ લેણુ લાગતુ નથી. સુરતમાં હજી થોડા દિવસ પહેલા જ રેલિંગ કૂદીને જનારાનો બીઆરટીએસે ભોગ લીધો હતો, તે બનાવ માંડ ભૂલાયો છે ત્યારે બીઆરટીએસને વધુ એકનોભોગ લીધો છે.

Top Stories Gujarat Surat
Surat BRTS રજાના દિવસે ફરવા નીકળ્યો અને મળ્યું મોત

સુરતીઓને બીઆરટીએસ સાથે Sunday-Death ખાસ લેણુ લાગતુ નથી. સુરતમાં હજી થોડા દિવસ પહેલા જ રેલિંગ કૂદીને જનારાનો બીઆરટીએસે ભોગ લીધો હતો, તે બનાવ માંડ ભૂલાયો છે ત્યારે બીઆરટીએસને વધુ એકનોભોગ લીધો છે. ત્રણ મિત્ર ટ્રિપલ સવારી બાઈક પર ફરવા નીકળ્યા હતા.તેઓએ વેસુ વિસ્તારમાં અરુણવ્રત દ્વાર પાસે રોડ પર ટ્રાફિક-પોલીસ હોવાથી બાઈક બીઆરટીએસ રૂટમાં ઘુસાડી હતી. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે અડફેટે લેતાં 18 વર્ષના ફરીદ શેખનું મોત નીપજ્યું હતું.

ઉમરવાડા ખાતે 18 વર્ષીય ફરીદ શેખ Sunday-Death પરિવાર સાથે રહેતો હતો. પિતા સુથારી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મૂળ મહારાષ્ટ્રનો પરિવાર 20 વર્ષથી સુરતમાં રહે છે. પરિવારમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. ફરીદ કાપડની દુકાનમાં કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો.

રવિવારની રજા હોવાને કારણે ફરીદ બે મિત્ર સાથે બાઈક પર ફરવા નીકળ્યો હતો. દરમિયાન તેઓ અરુણવ્રત દ્વાર પાસે પસાર થઈ રહ્યા હતા ત્યારે રોડ પર ટ્રાફિક-પોલીસ હોવાથી બાઈક બીઆરટીએસ રૂટમાં બાઈક ઘુસાડી દીધી હતી. દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવતી બીઆરટીએસ બસે અડફેટે લેતાં ત્રણેય મિત્રોને ગંભીર ઇજા પહોંચી હતી.

Sunday death રજાના દિવસે ફરવા નીકળ્યો અને મળ્યું મોત

અકસ્માત થતાં મોટી સંખ્યામાં લોકો દોડી Sunday-Death આવ્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ત્રણેયને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ફરીદનું મોત નીપજ્યું હતું, જેથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ હતો, જ્યારે અન્ય બે યુવકની સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે.

સામાજિક કાર્યકર કમરુભાઈ શેખે જણાવ્યું હતું કે ઉમરવાડામાં Sunday-Death રહેતા ત્રણ મિત્ર વેસુ ફરવા નીકળ્યા હતા. વેસુ પાસે પોલીસને જોઈને બાઇક બીઆરટીએસ રૂટમાં ઘુસાડી દીધી, જોકે પાછળ આવતી બીઆરટીએસ બસ ફુલ સ્પીડમાં હતી અને આ ટ્રિપલ સવારી બાઈકને અડફેટે લીધી હતી. પાછળ બેઠેલા બે યુવાનને વધારે વાગ્યું હતું, જેમાંથી એકનું મૃત્યુ થયું છે. બસનો ડ્રાઇવર ભાગી ગયો હતો. બીઆરટીએસવાળા પોતાના ઘરની હોય એમ બસ ચલાવે છે. મૃતકના પરિવારને ન્યાય મળે એવી અમારી માગ છે.

 

આ પણ વાંચોઃCybercrime/ છેતરપિંડીનો નવો કીમિયોઃ લંચ-ડિનર બુકિંગના ટાસ્કના નામે કમિશન આપી રૂપિયા પડાવાયા

આ પણ વાંચોઃ US Shootout/ અમેરિકામાં અટકતું નથી શૂટઆઉટઃ બાલ્ટીમોરની ઘટનામાં બેના મોત તથા 28ને ઇજા

આ પણ વાંચોઃ Dhanera Accident/ બનાસકાંઠાના ધાનેરામાં અકસ્માતમાં ત્રણના મોત અને ત્રણ ઇજાગ્રસ્ત

આ પણ વાંચોઃ DA Hike/ કેન્દ્રીય કર્મચારીઓ માટે આનંદોઃ મોંઘવારી ભથ્થુ વધ્યું

આ પણ વાંચોઃ  Pawar-Answer/ પવારનો વળતો જવાબઃ અજિત પવાર સાથે આઠને અયોગ્ય ઠેરવવા ચૂંટણીપંચ સમક્ષ અરજી