Not Set/ ભાજપ મંત્રી જયેશ રાદડિયાના નિવેદનથી કેમ ગરમાયું વાતાવરણ, કેવા પડ્યા રાજકીય પડઘા…

હાલમાં ગુજરાત ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા વિવાદીત નિવેદન કે રિસામણા મનામણા નો જાને કે એક ફેશન બની ગઈ છે. એક પછી એક નેતાઓના વિવાદિત નિવેદનો આવી રહ્યા છે. ત્યાં જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદાડિયાએ આપેલા નિવેદન ને  પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે. જામકંડોરણા  ખાતે એક પ્રવચનમાં રાદડિયા એ કહ્યું હતું કે, -‘જેતપુર-પોરબંદર મારા બાપનું ખેતર […]

Gujarat Uncategorized
bhatavar 8 ભાજપ મંત્રી જયેશ રાદડિયાના નિવેદનથી કેમ ગરમાયું વાતાવરણ, કેવા પડ્યા રાજકીય પડઘા...

હાલમાં ગુજરાત ભાજપના મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા વિવાદીત નિવેદન કે રિસામણા મનામણા નો જાને કે એક ફેશન બની ગઈ છે. એક પછી એક નેતાઓના વિવાદિત નિવેદનો આવી રહ્યા છે. ત્યાં જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદાડિયાએ આપેલા નિવેદન ને  પગલે રાજકીય વાતાવરણ ગરમાયું છે. જામકંડોરણા  ખાતે એક પ્રવચનમાં રાદડિયા એ કહ્યું હતું કે, -‘જેતપુર-પોરબંદર મારા બાપનું ખેતર છે’  અને વિવાદનો મધપુડો છેડાયો હતો. આખરે જયેશ રાદડિયાએ આ મામલે ખુલાસોકરવો પાડ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જાણીતા  કિસાન અને સહકારી નેતા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાના પુત્ર અને રાજયના કેબીનેટ મંત્રી જયેશ રાદડિયાએ કરેલા સંબોધનણે પગલે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે.

આનાગે ખુલાસો કરતાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, મારો ઇશારો કોંગ્રેસ પર હતો. કોંગ્રેસને મારા મત વિસ્તારમાં ઘૂસવા નહીં દઉં. ભાજપે મને ઘણું બધું આપ્યું છે. તાલુકા અને જિલ્લામાં પણ મારો ઇશારો કોંગ્રેસ સામે  જ છે.

ભાજપ દિગ્ગજ નેતા આઈ કે જાડેજાએ પણ સ્પષ્ટતા કરવી પડી હતી

મંત્રી જયેશ રાદડીયાના નિવેદનનો મામલે ભાજપ પ્રવક્તા આઈ કે જાડેજાએ સ્પષ્ટતા કરી હતી કે, ભાજપની પ્રણાલી મુજબ પાર્ટી નક્કી કરે એ જ થાય છે. જયેશ રાદડીયા રાજય સરકારના મંત્રી છે અને ઘણીવાર જાહેરજીવનમાં આવી વાતો થઈ જતી હોય છે.

ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય જયેશ રાદડિયાએ જામકંડોરણામાં જે નિવેદન આપ્યું હતું તેની પાછળ સહકારી ક્ષેત્રમાં ચાલી હરીફાઈ મહત્વની હોઈ શકે છે. છેલ્લા કેટલું વર્ષોથી સહકારી સામ્રાજ્ય પર રાદડિયા પરિવારનું એકહથ્થુ શાસન છે. જેમાં  વિરોધીઓની નજર છે. જેના કારણે જામકંડોરણામાં જયેશ રાદડિયાએ કહ્યું કે આ વિસ્તારમાં મારા પિતાનું ખેતર છે. અને ખેતરમાં મારો અને મારા પરિવારનો જ કબજો છે.

કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોષીના મત મુજબ જયેશ રાદડિયા નું નિવેદન અત્યારે ભાજપ માં ચાલતી કુસ્તી અને ટાટીયા ખેચ ની સ્પર્ધાનું પરિણામ હોવાનું છે. સાથે જ જયેશ રાદડિયા નું પોતાના પિતાના વારસા ને નામે આગળ વધવાની વાતને લઈ કરેલા બેફામ નિવેદન ને કોંગ્રેસ અહંકારની  ભાષા ગણાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન.