ind vs eng match/ યશસ્વી જયસ્વાલે 1000 રન પૂરા કર્યા, કુલદીપ યાદવની પાંચ વિકેટ

આ સમયે ટીમનો સ્કોર ચાર વિકેટે 175 રન હતો. 26 રન બનાવનાર રવીન્દ્ર જાડેજા, જો રૂટ અને કુલદીપ સ્ટોક્સને LBW થયો હતો. ત્યારબાદ અશ્વિને ટોમ હાર્ટલી (06) અને માર્ક વૂડ (00)ને ત્રણ બોલમાં આઉટ કરીને ઈંગ્લેન્ડનો સ્કોર…

Sports
Beginners guide to 2024 03 07T183608.128 યશસ્વી જયસ્વાલે 1000 રન પૂરા કર્યા, કુલદીપ યાદવની પાંચ વિકેટ

Sports News: કુલદીપ યાદવની પાંચ વિકેટ અને પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા અશ્વિનની ચાર વિકેટની મદદથી ભારતે ઈંગ્લેન્ડનો દાવ 218 રનમાં સમેટી લીધો હતો. ઈંગ્લેન્ડની પ્રથમ 4 વિકેટ કુલદીપ યાદવે લીધી હતી. અશ્વિનને છેલ્લી 4 વિકેટ મળી હતી. એક સમયે ટીમનો સ્કોર ત્રણ વિકેટે 175 રન હતો. આ સ્કોર પર વધુ ત્રણ વિકેટ પડી હતી. ઈંગ્લેન્ડનો મિડલ ઓર્ડર કામ ન કરી શક્યો અને તેથી જ તેઓ 57.4 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયા. કુલદીપ યાદવે પણ ટેસ્ટમાં પોતાની 50 વિકેટ પૂરી કરી લીધી છે. દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 30 ઓવરમાં એક વિકેટે 135 રન બનાવી લીધા હતા. ઈંગ્લેન્ડ પાસે હવે માત્ર 83 રનની લીડ છે.

India (IND) vs England (ENG): Ravichandran Ashwin becomes 14th Indian to  play 100 Test matches - India Today

ક્રાઉલીએ ભારતીય ઝડપી બોલરોનો સામનો કર્યો અને અડધી સદી ફટકારી હતી. જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજની ઝડપી બોલિંગની જોડીએ ક્રાઉલી અને બેન ડકેટ (58 બોલમાં 27 રન)ને મુશ્કેલીમાં મૂક્યા હતા, પરંતુ તેઓ વિકેટો લઈ શક્યા ન હતા. પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા અશ્વિન બોલિંગ કરવા આવ્યો હતો. જ્યારે કુલદીપને 18મી ઓવરમાં બોલિંગ કરવા માટે લાવવામાં આવ્યો હતો.

આ સમયે ટીમનો સ્કોર ચાર વિકેટે 175 રન હતો. 26 રન બનાવનાર રવીન્દ્ર જાડેજા, જો રૂટ અને કુલદીપ સ્ટોક્સને LBW થયો હતો. ત્યારબાદ અશ્વિને ટોમ હાર્ટલી (06) અને માર્ક વૂડ (00)ને ત્રણ બોલમાં આઉટ કરીને ઈંગ્લેન્ડનો સ્કોર આઠ વિકેટે 183 સુધી પહોંચાડ્યો હતો. હાર્ટલી મોટો શોટ રમવાનો પ્રયાસ કરતી વખતે નવોદિત દેવદત્ત પડિકલ દ્વારા બાઉન્ડ્રી પર જ્યારે વૂડ સ્લિપમાં રોહિત શર્માના હાથે કેચ આઉટ થયો હતો. અશ્વિને ચાર બોલમાં જ બેન ફોક્સ અને જેમ્સ એન્ડરસનને આઉટ કરીને ઈંગ્લેન્ડની ઈનિંગ્સને સમેટી લીધી હતી.

રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે ભારતીય ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી. રોહિતે ચોથી ઓવરમાં માર્ક વુડ સામે સિક્સર ફટકારી હતી. યશસ્વીએ શોએબ બશીરની એક જ ઓવરમાં ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ભારતનો સ્કોર 21મી ઓવરમાં 100ને પાર કરી ગયો હતો. પરંતુ યશસ્વી જયસ્વાલે આ જ ઓવરમાં 58 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો. ટેસ્ટ સિરીઝમાં પોતાના 700 રન પૂરા કરવાની સાથે તેણે તેની કારકિર્દીના 1000 રન પણ પૂરા કર્યા છે. તેણે 5 ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાની અડધી સદી પૂરી કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :ભારત સરકારે લશ્કર-એ-તોઈબાનો સભ્ય મોહમ્મદ કાસિમ ગુર્જરને આતંકવાદી જાહેર કર્યો

આ પણ વાંચો :himachal pardesh/હિમાચલમાં કોંગ્રેસ પર મંડરાતા સંકટના વાદળો,પ્રદેશની રિર્પોટ અધ્યક્ષ ખડગેને સોંપાઇ