રાજકોટ/ લગ્નમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત, પરિવારમાં છવાયો માતમ

રાજકોટમાં એક લગ્ન પ્રસંગમાં રમ્યા બાદ યુવકને હાર્ટ એટેક આવ્યો હતો, તેનુ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

Gujarat Rajkot
હાર્ટ એટેકથી મોત
  • રાજકોટઃ શહેરમાં હાર્ટ એટેકથી વધુ એક મોત
  • લગ્નમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવાનનું મોત
  • પિતરાઇ ભાઇના લગ્નમાં ગયો હતો યુવક
  • દાંડીયા રાસ પૂર્ણ કરી ધરે આવતા હાર્ટ એટેકથી મોત

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકની ઘટના સામે આવી રહી છે. અને ખાસ કરીની નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ ખુબ જ વધી ગયું છે. ત્યારે આવામાં ફરી એકવાર શહેરમાં હાર્ટ એટેકથી યુવકનું મોત થયું છે. જણાવીએ કે, લગ્નમાં દાંડિયા રાસ રમ્યા બાદ યુવકનું મોત થયું હતું.

મળતી માહિતી અનુસાર, રાજકોટના અમિત ચૌહાણ પિતરાઈ ભાઈને ત્યાં લગ્ન પ્રસંગમાં ગયા હતા. જ્યાં લગ્નના એક દિવસ અગાઉ રાત્રે ગરબાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગમાં દાંડિયા રાસ રમ્યા પછી અમિત ચૌહાણ ઘરે આવ્યા હતા, ત્યાર બાદ તેઓ રાત્રિના સમયે તેઓ અચાનક જ બેભાન થઈ ગયા હતા. પરિવારજનો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આમ, અમિત ચૌહાણના મોતથી પરિવારમા માતમ છવાયો છે.

ઉલ્લેખનીય છે કે, 23 એપ્રિલના રોજ રાજકોટમાં હાર્ટ એટેકથી 19 વર્ષના યુવકનું મોત નિપજ્યું હતું. 19 વર્ષના આદર્શ સાવલિયા નામનો યુવક બાથરૂમમાં અચાનક જ ઢળી પડ્યો હતો. ત્યારબાદ પરિવારજનો તેને લઈને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતા. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર્બ્દ બાદ યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું. યુવકના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

તાજેતરમાં મોરબીના વાંકાનેરના યુવાનને હાર્ટ એટેક આવતા મોત થયું હતું. મૃતકનું નામ નરપતભાઈ કેશુભાઈ ઉભડીયા (ઉ.૩૦) હતું. તેઓ મોરબીથી ઇકોકારમાં વાંકાનેર આવતા હતા ત્યારે વઘાસીયા ટોલનાકા પાસે તબિયત લથડી હતી. જે બાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોત થયું  હતું.  મૃતક યુવાન મિત્ર સાથે ઇકોકાર લઈને મોરબી પાર્સલ લેવા આવ્યો હતો  અને ત્યાંથી પરત ફરતા સમયે બનાવ બન્યો હતો. મૃતક ખાનગી શાળામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હોવાની પોલીસ પાસેથી માહિતી મળી છે. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરી સારો ફાયદો અપાવવાની લાલચ આપી 65 લાખ પડાવનારા 3 સાયબર ક્રાઈમના હાથે ઝડપાયા

આ પણ વાંચો:સંતરામપુર પ્રાંત કચેરીના ઓપરેટર શૈલેષ પટેલને એ.સી.બી.ટીમે રૂ.૭૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યો

આ પણ વાંચો:માનહાની કેસમાં રાહુલ ગાંધીને રાહત નહિ, હાઇકોર્ટે વચગાળાની રાહતની માંગને નકારી

આ પણ વાંચો:હવે પનીર પણ બનાવટી, આરોગ્ય વિભાગે 1,600 કિલો નકલી પનીર જપ્ત કર્યુ

આ પણ વાંચો:ચોરી કરીને ફકીરનો વેશ ધારણ કરી દરગાહમાં રહેતો ચોર સુરત ક્રાઈમ બ્રાન્ચના હાથ ઝડપાયો