Not Set/ પદ્માવત થશે આખા દેશમાં રીલીઝ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

બોલિવૂડ ફિલ્મ પદ્માવત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સેન્સર બોર્ડ દ્વારા લીલી ઝંડી મળી ગયા બાદ પણ ચાર રાજ્યોએ પદ્માવત ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકી દીધો છે. ત્યારે આ મામલે ફિલ્મ પ્રોડ્યુસર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. Supreme Court stays notification by Madhya Pradesh, Haryana, Rajasthan and Gujarat, grants green signal to release […]

Top Stories
collage 647 100917023433 0 પદ્માવત થશે આખા દેશમાં રીલીઝ, સુપ્રિમ કોર્ટે આપી લીલી ઝંડી

બોલિવૂડ ફિલ્મ પદ્માવત મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે. સેન્સર બોર્ડ દ્વારા લીલી ઝંડી મળી ગયા બાદ પણ ચાર રાજ્યોએ પદ્માવત ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકી દીધો છે. ત્યારે આ મામલે ફિલ્મ પ્રોડ્યુસર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

પદ્માવત ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સેન્સર બોર્ડે કાપકૂપ વગર જ ફિલ્મને રિલીઝ કરવાની વાત કહી હતી. જેના પગલે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને હરિયાણાની સરકાર તે વાત સ્પષ્ટ કરી ચુકી છે. કે, તેઓ પોતાના રાજ્યોમાં આ ફિલ્મને રિલીઝ નહીં થવાદે આ તમામ સ્થળોએ ભાજપની સરકાર છે.

આ ઉપરાંત ગોવા અને ઉત્તર પ્રદેશમાં પણ સ્થિતિ હજુ સ્પષ્ટ થઇ નથી. ગોવાની સરકાર ફિલ્મને રિલિઝ કરવા ઇચ્છે છે પરંતુ ત્યાની પોલીસ કાયદો અને વ્યવસ્થાનો મુદ્દો આગળ ધરીને ફિલ્મ નહીં રજૂ કરવાની વાત કહી રહી છે.

આ મામલે ફિલ્મ પ્રોડ્યુસર્સે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત ભારતભરમાં પદ્માવતની રીલીઝ માટે લીલી ઝંડી આપી દીધી છે.