Politics/ પંજાબ સર કરવા કેજરીવાલની વ્યૂહરચના, ખેડૂતોની દિલ્હીમાં સરભરા કરી આપી મહેમાનગતિ

જાબમાં સત્તા મેળવવા કોંગ્રેસની મતબેન્કમાં મોટું ગાબડું પાડવું પડશે. ગત ચૂંટણી વખતે પંજાબમાં આમ આદમી પાર્ટની સરકાર રચાશે. તેવું ઓપિનીયન પોલમાં દર્શાવાયું હતું.

Mantavya Vishesh
anand 2 પંજાબ સર કરવા કેજરીવાલની વ્યૂહરચના, ખેડૂતોની દિલ્હીમાં સરભરા કરી આપી મહેમાનગતિ
  • પંજાબના ખેડૂતોની દિલ્હીમાં સરભરા કરી યોગ્ય મહેમાનગતિ કરી આમ આદમી પાર્ટીએ ભાજપ અને કોંગ્રેસના મતો તોડવા માટે રણનીતિ ઘડી

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે એવી જાહેરાત કરી કે કોરોના અંગેના આરટીપીસીઆર ટેસ્ટના ભાવમાં બે તૃતિયાંસ કાપ મૂકી રૂા.૨૪૦૦ના બદલે ૮૦૦ વસુલવાની સૂચના આદેશ ખઆનગી લેબોરેટરી અને હોસ્પિટલોને અપાયા છે. જો  કોઈ શંકાસ્પદ દર્દીના સેમ્પલ ઘેર જઈને લેવાય અને પછી ટેસ્ટ થાય તો તેના ૧૨૦૦ રૂપિયા લેવાના આદેશ અપાયા છે આ સરકારી પરિપત્રનો અમલ તાત્કાલીક અસરથી કરવાની સુચના અપાઈ છે. જો કે સરકારી દવાખાનાઓમાં તો કોરોનાના ટેસ્ટ એકપણ પૈસા લીધા વગર મફત જ થાય છે. આ આદેશ કોરોનાના વધતા જંગ સામે દિલ્હી સરકારે ટેસ્ટ અને ટ્રીટમેન્ટ માટેનું જે અભિયાન શરૂ કર્યું છે તેને મદદ મળશે.

 આ તો કોરોના સામેના જંગ માટેનું પગલું છે. પરંતુ કેજરીવાલે પંજાબમાંથી શરૂ થયેલા અને હવે દિલ્હીમાં પ્રવેશેલા ખેડૂત આંદોલનને ટેકો જાહેર કર્યો છે. પંજાબની કોંગ્રેસી સરકાર તો આંદોલન પાછળ ઉભી જ છે તો હરિયાણાના મુખ્યમંત્રી અને સરકાર આ આંદોલન તો કેન્દ્રના નાતે વિરોધ કરે છે. એટલું જ નહિ પણ આ કૃષિ કાયદા સામેના આંદોલનમાં હરિયાણાનો એક પણ ખેડૂત જોડાયો નથી જ્યારે પંજાબના ખેડૂતો પર હરિયાણાની સરકારે અશ્રુગેસ અને વોટર કેનનનો મારો ચલાવીને અત્યાચાર કર્યો હોવાનો આક્ષેપ પંજાબના કોંગ્રેસી મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દર સિંઘે કર્યો છે. પંજાબના અકાલી દળના નેતાઓએ પણ હરિયાણાની ભાજપ સરકારે અપનાવેલી રીત રસમની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ટુંકમાં કૃષિ કાયદા અંગે પંજાબ અને હરિયાણાની સરકાર આમને સામને આવી ગઈ છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ખેડૂતોને ટેકો જાહેર કર્યો છે.

Delhi Chalo' explainer: What the farmers' protest is all about

આમ તો દિલ્હીમાં આવેલા ખેડૂતો એક મહિના ચાલે તેટલી ખાદ્ય સામગ્રી સાથે આવેલા છે તેમ છતાં આમ આદમી પાર્ટીએ આ ખેડૂતો માટે કેટલાક સ્થળે લંગાર પણ શરૂ કર્યા છે.

કાયદાના વિરોધની સાથે પંજાબના ખેડૂતોની હમદર્દી જીતવાનો પાસો કેજરીવાલે ફેંક્યો છે. તેના એક નહિ અનેક કારણો છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ૨૦ બેઠકો મેળવી છે. જ્યારે અકાલી દળ ભાજપનું જોડાણ સિંગલ ડીજીટમાં આવી ગયું છે. ૨૦૧૯ની ચૂંટણીમાં પણ કોંગ્રેસને ૭ અને અકાલી ભાજપ જોડાણને ૩ અને આમ આદમી પાર્ટીને ૧ બેઠક મળી હતી. ૨૦૧૪માં જે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ચાર બેઠકો જીતી લોકસભામાં પોતાનું ખાતુ ખોલાવ્યું હતું. અત્યારે પંજાબ વિધાનસભામાં સત્તાધારી પક્ષ કોંગ્રેસ છે અને મુખ્ય વિપક્ષ તરીકે હાલ આમ આદમી પાર્ટી છે હવે પંજાબમાં વિધાનસભાની ચૂંટણીના દિવસો દૂર નથી. નજીકના ભવિષ્યમાં એટલે કે ઉત્તર પ્રદેશની સાથે પંજાબ વિધાનસભાની ચૂંટણી આવી પડે તેવી સ્થિતી છે. તેવે સમયે કેજરીવાલે ખેડૂતોની હમદર્દી જીતી પંજાબના બહુમતી ખેડૂત વિસ્તારોમાં પગપેસારો કરી દિલ્હી મોડલ પ્રમાણેનું પંજાબ બનાવવા અને ત્યાં આગામી ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ અકાલીદળના બદલે આમ આદમી પાર્ટી એટલે આપની સરકાર રચવા માટે જે રણનીતિ ઘડીછે તેને પંજાબથી દિલ્હી સુધી પહોંચેલા ખેડૂત આંદોલને બળ આપ્યું છે.

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા દિલ્હીના ખેડૂતોને ટેકો અને પ્રોત્સાહન આપી કેજરીવાલે હકારાત્મક રાજનીતિ કરી હોવાનું મોટાભાગના વિશ્લેષકો માને છે.

જો કે પંજાબમાં સત્તા મેળવવા કોંગ્રેસની મતબેન્કમાં મોટું ગાબડું પાડવું પડશે. ગત ચૂંટણી વખતે પંજાબમાં આમ આદમી પાર્ટની સરકાર રચાશે. તેવું ઓપિનીયન પોલમાં દર્શાવાયું હતું.

Farmers' Protest LIVE Updates: Talks to begin soon as farmers head to Delhi  for Rajnath Singh-led meeting - India Today

અકાલી ભાજપ જોડાણને કરૂણ રકાસ થશે તેવી આગાહી હતી. આમાંથી ઓપીનીયન પોલમાં અકાલીદળ ભાજપ વિષેની આગાહી સાચી પડી છે પરંતુ કોંગ્રેસને સત્તા મળતા ત્યાં આમ આદમી પાર્ટી પોતાની સરકાર રચી શકી નથઈ તે પણ વાસ્તવિકતા છે જે નોંધવી જ પડે. હવે આ વખતે દિલ્હી બાદ ગોવા – હરિયાણા અને ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં તેમજ યુપીમાં પણ પગપેસારો કરવા આમ આદમી પાર્ટીએ રણનીતિ ઘડી છે દિલ્હીમાં વિજબીલ પાણી કોરોના ટેસ્ટ કોરોનાની સારવાર સહિતના લોકોને સીધી રીતે ફાયદામંદ એવા પગલાં ભર્યા છે. તેના કારણે તો કેજરીવાલે દિલ્હીમાં ફરી જ્વલંત સફળતા મેળવી છે ભલે દિલ્હી પૂર્ણકક્ષાનું રાજ્ય કેન્દ્રના બેવડા વલણના કારણે ન બનતું હોય પણ દિલ્હીમાં કેજરીવાલ જે શાસન કર્યું તેના કારણે આજની તારીખમાં દિલ્હીની પ્રજામાં લોકપ્રિયતા અકબંધ છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા થતા પ્રહારો અને તેમના જ કેટલાક જૂના સાથીદારો દ્વારા થતી ટીકાઓ સહન કરીને હવે કેજરીવાલ એક પરિપક્વ રાજકારણી બની ગયા છે પ્રારંભિક કાળમાં તેઓ મોદી સરકાર પર પ્રહારો કરવામાં નંબર વન હતા પરંતુ હવે કેજરીવાલ પોતાની કામગીરીના આધારે સ્થઆન જમાવી ગયા છે. દિલ્હીમાં છેલ્લી ચૂંટણીમાં કેન્દ્રનું આખું પ્રધાન મંડળ ચૂંટણી પ્રચારમાં હોવા છતાં ભાજપની તાકાત આઠથી વધુ નથી. રાહુલ ગાંધીએ દિલ્હીમાં અડધો ડઝન રેલી કરી હોવા છતાં તેમના પક્ષમાં એટલે કે દેશના સૌથી જૂના પક્ષ એવા કોંગ્રેસનું ખાતુ પણ ખૂલી શક્યું નથી.

Farm laws protest LIVE: Delhi government stands with farmers', will take  care of them, says AAP

ભલે પંજાબમાં દિલ્હી જેવી સફળતા કેન્દ્રના સરકારી અધિકારીમાંથી રાજકારણી બનેલા આ નેતાને કદાચ ન પણ મળે પરંતુ દિલ્હીની કામગીરીને યોગ્ય પ્રચાર અને ખએડૂતોની હમદર્દી જીતીને ભાજપના અમુક ટકા અને કોંગ્રેસના અમુક ટકા મત જાે કેજરીવાલ પોતાના પક્ષના ઉમેદવારોની જીત માટે વાળવામાં સફળ થશએ તો પંજાબમાં આમ આદમીની સત્તા આવી શકે છે. પંજાબમાં વર્ષો સુધી સત્તા ભોગવનાર (તબક્કાવાર) અકાલીદળ અને ભાજપ વચ્ચેનું જાેડાણ તૂટી ચૂક્યું છે. પંજાબની કેપ્ટન અમરીન્દર સિંઘની આગેવાની હેઠળ સરકારે કામગીરી સારી કરી છે પણ કોંગ્રેસમાં જે જુથબંધી ઉભી થઈ છે અને પૂર્વ ક્રિકેટર નવજોત સિંઘ સિધુના ટેકેદારો પ્રધાનપદુ ગયા બાદ ધુધવાઈ રહ્યા છે અને કેપ્ટનના વિરોધમાં ઉભું થયેલું કોંગ્રેસની બીજુ એક જૂથ પણ જેમ લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી વખતે કોંગ્રેસને નડી ગયું હતું.  તેમ આગામી વિધાનસભા ચૂંટણીમાં નડી શકે છે. રાજકીય વર્તુળોમાં જે અફવા અને અટકળો ચાલે છે તે પ્રમાણે જાે નવજાેતસિંઘ સિધુ કોંગ્રેસ સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટીમાં જોડાય તો પંજાબના રાજકારણમાં પ્રવાહમાં પલ્ટાઈ શકે છે. જાે કે અત્યારે તો કેજરીવાલે દિલ્હીમાં કરેલી કામગીરીના આધારે જ પંજાબમાં આગળ વધવાનું નક્કી કર્યું છે એક વાત નક્કી કે દિલ્હીમાં ભાજપ અને અકાલી દળ કરતા આમ આદમી પાર્ટી કોંગ્રેસ માટે મોટો પડકાર ઉભો કરે તો કોઈને આશ્ચર્ય નહીં થાય.