રાંચી,
દેશભરમાં દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય માટેની સુરક્ષા યોજના “આયુષ્માન ભારત”ની શરુઆત થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારખંડની રાજધાની રાંચીથી આ મહત્વકાંક્ષી યોજનાની શરૂઆત કરાવી હતી.
આ સાથે જ “આયુષ્માન ભારત” યોજનાનો લાભ દેશના કુલ ૧૦.૭૪ કરોડ પરિવારોને મળશે અને આ યોજના દ્વારા દેશના ૫૦ કરોડથી વધુ લોકોને આવરી લેવાશે એવું લક્ષ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે.
એક પરિવારને મળશે ૫ લાખ રૂપિયાની સુરક્ષા કવચ
પીએમ મોદી દ્વારા શરુ કરવામાં આવેલી “આયુષ્માન ભારત” યીજના હેઠળ પ્રત્યેક પરિવારને વાર્ષિક પાંચ લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળશે. આ યોજનાથી દેશના ૧૦ કરોડ પરિવારોના લોકો સરકારી તેમજ નક્કી કરવામાં આવેલી પ્રાઈવેટ હોસ્પિટલમાં લાભ ઉઠાવી શકશે.
આ લોકો ઉઠાવી શકશે યોજનાનો લાભ
આ યોજનાના ડાયરામાં ગરીબ, વંચિત ગ્રામીણ પરિવારો અને શહેરોમાં કામ કરતા શ્રમિક વર્ગના લોકો આવશે અને તેઓને મળનારા લાભ ઉઠાવી શકશે.
માજિક આર્થિક જાતિય જનગણના (SECC)મુજબ ગામોમાં આ પ્રકારના ૮.૦૩ કરોડ પરિવારો છે અને શહેરોમાં ૨.૩૩ પરિવાર છે. જો એક પરિવારમાં એવરેજ વ્યક્તિઓની સંખ્યા ૫ હોય છે તો આ હિસાબથી “આયુષ્માન ભારત” યોજનાઓ લાભ દેશના ૫૦ કરોડ જેટલા લોકોને મળી શકે છે.
આ યોજના માટે SECC ડેટાબેઝના આધાર પર યોજનાના લાભાર્થીઓની પ્રાપ્યતા નક્કી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રામીણ ક્ષેત્રોના લોકોને D1, D2, D3, D4, D6 અને D7ના આધાર પર ઓળખ કરવામાં આવી છે, જયારે શહેરોમાં ૧૧ જરૂરી માપદંડો મુજબ નક્કી કરવામાં આવશે.
આ યોજનામાં આધાર કાર્ડ જરૂરી નથી, પરંતુ રેશન કાર્ડ તેમજ વોટર આઈડી કાર્ડ દ્વારા પોતાન્ય રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ ઉપરાંત જે રાજ્યોમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય બીમાં યોજના છે, તેઓ પણ આ યોજનાનો લાભ ઉઠાવી શકે છે.
આ રીતે જુઓ કે તમને આ યોજનાનો લાભ મળશે કે નહિ
આયુષ્માન ભારત યોજનાનો લાભ મેળવવા માટે તમારે હેલ્પલાઇન નંબર કે વેબસાઈટ પાર જઈને જોઈ શકો છો કે આ યોજનાનો લાભ મળશે કે નહિ.
આ માટે mera.pmjay.gov.in વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે તેમજ હેલ્પલાઇન નંબર ૧૪૫૫૫ પણ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે કે નહિ તે જોવા માટે. તમે તમારા મોબાઈલ નંબર / રેશન કાર્ડ નંબર, SECC નામ અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનનો URN નંબર દ્વારા પણ ચેક કરી શકો છો.