Not Set/ કુંભ મેળાને લઈ ભારતીય રેલ્વે દ્વારા જાહેર કરાઈ ટ્રેનોની આ યાદી

નવી દિલ્હી, હિન્દુ કેલેન્ડરના માઘ માસમાં પ્રયાગરાજમાં આયોજિત કરવામાં આવેલા કુંભના મેળાના પ્રથમ સ્નાનને લઈ હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હવે આ મેળામાં હાજરી આપવા માટે શ્રદ્ધાળુઓ દેશભરમાંથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ પહોચવાના છે. આ માટે યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ભારતીય રેલ્વે દ્વારા ટ્રેનોની એક યાદી જાહેર કરવામાં આવી છે. ટ્રેનોની યાદી : […]

Top Stories India Trending
18 12 2018 kumbh train 18760579 કુંભ મેળાને લઈ ભારતીય રેલ્વે દ્વારા જાહેર કરાઈ ટ્રેનોની આ યાદી

નવી દિલ્હી,

હિન્દુ કેલેન્ડરના માઘ માસમાં પ્રયાગરાજમાં આયોજિત કરવામાં આવેલા કુંભના મેળાના પ્રથમ સ્નાનને લઈ હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હવે આ મેળામાં હાજરી આપવા માટે શ્રદ્ધાળુઓ દેશભરમાંથી ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ પહોચવાના છે.

આ માટે યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી ભારતીય રેલ્વે દ્વારા ટ્રેનોની એક યાદી જાહેર કરવામાં આવી છે.

ટ્રેનોની યાદી :

Master કુંભ મેળાને લઈ ભારતીય રેલ્વે દ્વારા જાહેર કરાઈ ટ્રેનોની આ યાદી 

કુંભમેળાને લઈ કરવામાં આવેલી ખાસ તૈયારીઓ :

-નદી પર બેરિકેડિંગ થયેલ છે.

– સીસીટીવી કેમેરોથી મોનીટરીંગ કરવામાં આવશે અને વિડિઓ એનાલિટિકનો ઉપયોગ થશે.

– ઇન્ટિગ્રેટેડ નિયંત્રણ આદેશ કેન્દ્ર બનાવવામાં આવેલ છે.

DvCRvzYVYAAK ez કુંભ મેળાને લઈ ભારતીય રેલ્વે દ્વારા જાહેર કરાઈ ટ્રેનોની આ યાદી
national-special-trains-kumbh-2019-time-table by indian railway

– ૪૦,૦૦૦ એલઇડી લાઇટ અને સ્પાયરલ લાઈટ લગાવવામાં આવી છે.

– લેઝર શો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રદર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે.

– તીર્થયાત્રીઓ માટે સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ અને કૉફી પોઇન્ટ બનાવ્યાં છે.

– આખા પ્રયાગરાજની પેન્ટિંગની અને સંસ્કૃતિના કાર્યક્રમો માટે કન્વેન્શન હોલ બનાવવામાં આવ્યા છે.

– પ્રયાગથી સંબંધિત પ્રવાસનની વાર્તા અને ઉત્તર પ્રદેશના સંપ્રદાયને બતાવવામાં આવશે.

– સંસ્કૃત ગામ માં ઇન્ડો વેલી સંસ્કૃતિ અને ઇતિહાસ પ્રદર્શિત થશે.

DvCRrb2VsAAAHes કુંભ મેળાને લઈ ભારતીય રેલ્વે દ્વારા જાહેર કરાઈ ટ્રેનોની આ યાદી
national-special-trains-kumbh-2019-time-table by indian railway

– ભારતના બધા કલાઓને બતાવશે.

– વિદેશી પ્રવાસીઓ માટે ટેન્ટ સિટી બનાવ્યું છે, જ્યાં સામાન્ય અને પ્રીમિયમ ક્લાસના ટેન્ટ મળશે.

– ૨૦,૦૦૦થી વધુ લોકોના રહેવાની સુવિધા છે, જ્યાં તેમને ભોજન પણ મળશે. આ ઉપરાંત ભંડારાની પણ વ્યવસ્થા કરાઈ છે.

– સંગમ પર ૨૦ લાખથી વધુ કલ્પવાસ રહેશે, જેના માટે ખાદ્યાન્ન વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

– દરેક સેક્ટરમાં બે એટીએમ મુકવામાં આવ્યા છે.

– ટ્રાફિકની સુગમતા માટે ૫ લાખ ગાડીઓની પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.