મહારાષ્ટ્ર / વરસાદ અને પૂરને કારણે સર્જાતા અકસ્માતમાં 112 ના મોત, 53 ઘાયલ; 99 લાપતા થયેલ છે

મહારાષ્ટ્રના સાંગલીમાં વરસાદને લીધે પરિસ્થિતિ એવી બની છે કે પૂરનાં પાણીએ રસ્તાઓ અને મેદાન ભરાયા છે. જેના કારણે અનેક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

મહારાષ્ટ્રમાં   ભારે વરસાદને કારણે બનેલી ઘટનામાં  અત્યાર સુધીમાં 112 લોકોનાં મોત નીપજ્યાં છે.  પ્રાપ્ત માહિતી અનુસાર, 99 લોકો હજી લાપતા  જોવા મળી રહ્યા છે . રાહત અને બચાવ વિભાગે જણાવ્યું હતું કે સરકારી આંકડા મુજબ 24 જુલાઈ સુધી પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી 1 લાખ 35 હજાર લોકોને સ્થળાંતર કરાયા હતા. આ દુર્ઘટનાને કારણે 112 લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે આ ઘટનામાં 3221 પ્રાણીઓનાં પણ મોત નીપજ્યાં હતાં.  વરસાદ અને પૂરની હોનારતને કારણે 53 લોકો ઘાયલ થયા છે. 99 લોકો હજી લાપતા  જોવા મળી રહ્યા  છે.

મહારાષ્ટ્રના સાંગલીમાં વરસાદને લીધે પરિસ્થિતિ એવી બની છે કે પૂરનાં પાણીએ રસ્તાઓ અને મેદાન ભરાયા છે. જેના કારણે અનેક વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પરિસ્થિતિ હજી પણ  નિયંત્રણમાં નથી. સમડોલી ગામમાં પૂરમાં અનેક વાહનો અટવાયા હતા લોકો તેમના ઘરની બહાર પણ આવવા  પણ સક્ષમ નથી. 

છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં સતત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નદીઓ પણ ત્રાહિમામ પોકારી ગયા છે. રહેણાંક વિસ્તારોમાં નદીઓમાંથી પાણી આવવાના કારણે પૂર સર્જાયું છે. લોકોને સતત બચાવવામાં આવી રહ્યા છે અને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 112 લોકોએ જીવ ગુમાવ્યો છે.

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ શનિવારે કહ્યું હતું કે, રાજ્યમાં સતત વધી રહેલા ભૂસ્ખલનની ઘટનાઓને ધ્યાનમાં રાખીને ડુંગરાળ વિસ્તારોમાં રહેતા લોકોને સ્થાયી કરવાની યોજના કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે રાજ્યના કેટલાક ભાગોમાં ખાસ કરીને પશ્ચિમ મહારાષ્ટ્ર ક્ષેત્રમાં પાણીના સંચાલન માટે વિશેષ નીતિ બનાવવામાં આવશે. નદીઓના જળસ્તરમાં વધારો થવાને કારણે આ વિસ્તારો ચોમાસા દરમિયાન પૂરની સંભાવના છે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment