જાણવા જેવું / શું તમને કોઈએ આપેલો ચેક રીર્ટન થયો છે ? જો થયો હોય તો આ જાણકારી તમારી મદદ કરશે

@ વસીમ અબ્બાસી , એડવોકેટ  આજના સમયગાળામાં બે પક્ષકારો વચ્ચે નાણાકીય વ્યવહાર દરમિયાન વિવાદને વધારે સ્થાન મળતું હોય છે. રોકડ વ્યવહારને બાદ કરતા જયારે ચેકથી નાણાકીય વ્યવહાર કરવામાં આવે છે અને ત્યારે જો તે ચેક રિટન આવે તો પછી આગળ શું કરવું ? તે અંગે ઘણા લોકોને ખ્યાલ હોતું નથી. એટલુંજ નહિ જયારે કોઈ વ્યક્તિની […]

Reporter Name: Rizwan Shaikh

@ વસીમ અબ્બાસી , એડવોકેટ 

આજના સમયગાળામાં બે પક્ષકારો વચ્ચે નાણાકીય વ્યવહાર દરમિયાન વિવાદને વધારે સ્થાન મળતું હોય છે. રોકડ વ્યવહારને બાદ કરતા જયારે ચેકથી નાણાકીય વ્યવહાર કરવામાં આવે છે અને ત્યારે જો તે ચેક રિટન આવે તો પછી આગળ શું કરવું ? તે અંગે ઘણા લોકોને ખ્યાલ હોતું નથી. એટલુંજ નહિ જયારે કોઈ વ્યક્તિની સામે ચેક રિટનનો કેસ દાખલ થયો હોય ત્યારે તે વ્યક્તિને આગળ શું કરવું તે અંગેની પણ પૂરતી માહિતી તેમના પાસે હોતી નથી. બહુ ઓછા લોકો એવા છે કે જે આ વિશે જાણકારી રાખે છે. તો આજના આર્ટિકલમાં ચેક રિટન અંગે વિસ્તૃતવાર માહિતી આપવામાં આવશે જે માહિતી વાંચ્યા બાદ તમને ભવિષ્યમાં તેની જયારે જરૂર પડે તો ત્યારે કામ લાગો શકે છે.

ચેક રિટન એટલે શું ?

– નેગો.ઈન્સ્ટુમેન્ટ એક્ટ મુજબ જયારે કોઈ ચેક લખી આપનાર અને લખી લેનાર વચ્ચે નાણાકીય વ્યવહાર ચેક ( ઈન્સ્ટુમેન્ટ ) થી કરવામાં આવ્યો હોય અને તે ચેકને લખી લેનાર પોતાના એકાઉન્ટમાં જમા કરાવ્યા બાદ તે ચેક નાણાકીય ભંડોળના અભાવ અથવા કોઈ કારણસર બાઉન્સ થાય તો તેને ” ચેક રિટન “ કહેવામાં આવે છે.

ચેક રિટન થયા બાદ પછી શું થઇ શકે છે ?

– ચેક રિટર્ન થયા બાદ જો સામે કોઈ વ્યક્તિ હોય અથવા કોઈ ભાગીદારી પેઢી હોય અથવા તો કોઈ સંસ્થા હોય તો તેમને નેગો.ઈન્સ્ટુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ સૌ પ્રથમ લેખિતમાં એક નોટિસ મોકલવાની હોય છે. જેમાં ચેક બાઉન્સ થયાની વિગતો આપીને સામેની વ્યક્તિને તે નોટિસ મારફતે તેમનો જવાબ મેળવાનો હોય છે. અને આ માટે 30 દિવસનો સમયગાળો હોય છે. 30 દિવસના સમયગાળામાં આ નોટિસને ચેક લખી આપનારને મોકલી આપવાની હોય છે.

જો, ચેક લખી આપનારને નોટિસ મળ્યાના દિવસથી લઈને તેના પછીના 15 દિવસ સુધીના સમયગાળા દરમિયાન ચેક લખી આપનાર નોટિસનો કોઈ જવાબ ન આપે અથવા તો ચેકના નાણાકીય રૂપિયા ચૂકવી ન આપે તો ત્યાર પછીના 30 દિવસના સમયગાળા દરમિયાન ચેક લખી લેનારને કોર્ટમાં કેસ દાખલ કરવાનો અધિકાર પ્રાપ્ત થઇ જતો હોય છે.

કોર્ટમાં કેસ દાખલ થયા બાદ પછી શું થાય છે ?

– જયારે કોઈ વ્યક્તિનો ચેક રિટન થયા બાદ તે ઉપર જણાવેલ વિકલ્પનો ઉપયોગ કર્યા બાદ કોર્ટમાં કેસ દાખલ કરે છે ત્યારે તે વ્યક્તિની ફરિયાદના આધારે સામાપક્ષના વ્યક્તિની સામે કોર્ટ સમન્સ કાઢતી હોય છે. આ સમન્સમાં સામેની વ્યક્તિને કોર્ટમાં આપેલી તારીખ ઉપર હાજર રહેવાનું હુકમ દર્શાવેલું હોય છે.

સમન્સ મળ્યા બાદનો સ્ટેજ શું હોય છે ?

– જયારે વ્યક્તિને કોર્ટનો સમન્સ મળી જાય ત્યારબાદ તે વ્યક્તિ કેસની આપેલી તારીખ ઉપર કોર્ટની સમક્ષ હાજર ન થાય તો પછી તેવી વ્યક્તિની સામે કોર્ટ જામીનપાત્ર વૉરંટ કાઢે છે.

જામીનપાત્ર વૉરંટ નીકળ્યા બાદ પણ જો વ્યક્તિ કોર્ટમાં હાજર ન થાય તો પછી શું થાય છે ?

– જામીનપાત્ર વૉરંટ નીકળ્યા બાદ પણ વ્યક્તિ કોર્ટની સમક્ષ હાજર ન થાય તો કોર્ટ પછી બિન જામીન પાત્ર વોરંટ કાઢે છે.

ખાસ નોંધ : જ્યારે સામે કોઈ કંપની હોય ત્યારે તેવી કંપની વિરુદ્ધ નેગો.ઈન્સ્ટુ એક્ટની કલમ 138 ની સાથે સાથે 142ની પણ કલમ જોડીને નોટિસ આપવાની હોય છે. બાકીની પ્રક્રિયા ઉપર જણાવેલી મુજબની એક સરખીજ હોય છે.

પ્લી ચાર્જ : આ સ્ટેજ એવો છે કે જેમાં વ્યક્તિને કોર્ટ પૂછે છે કે ગુનો કબૂલ છે કે નહિ ? જો વ્યક્તિ ગુનાની કબૂલાત નથી કરતો તો ત્યારબાદ કેસ આગળ ચાલવાનું શરુ થાય છે.

સર તપાસનો સ્ટેજ :

સર તપાસના સ્ટેજમાં ફરિયાદીના તરફથી કરાયેલા આક્ષેપો મુજબના પુરાવા અને સાક્ષીઓ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. દા .ત ફરિયાદની કોપી , ચેક રિટનની નકલ, વગેરે.

ઉલટ તપાસનો સ્ટેજ :

ઉલટ તપાસના સ્ટેજમાં આરોપીના તરફથી પોતાના ઉપર થયેલા આક્ષેપોના બચાવમાં પુરાવા અને સાક્ષીઓ રજૂ કરવાના હોય છે.

ખાસ નોંધ : નેગો.ઈન્સ્ટુ. એક્ટની કલમ 143માં એવો સુધારો પાછળથી કરાયો છે કે ચાર્જફ્રેમ થયાના બાદ પણ જો સમાધાન ન થયું હોય તો તહોમતદારે વળતર પેટે 20%ની રકમ ( ચેકની રકમના 20% ) ફરિયાદીને આપવાની હોય છે.

એના પછીનો સ્ટેજ છે વધુ પુરાવા અથવા કલોઝિંગ પુરશિસ

ફર્થર સ્ટેટમેન્ટનો સ્ટેજ :

ફર્થર સ્ટેટમેન્ટમાં CRPC ની કલમ 313 પ્રમાણે નામદાર કોર્ટ દ્વારા તહોમતદારને ફર્થર સ્ટેટમેન્ટ ( કોર્ટ આરોપીને કેસને લાગતા સવાલો પૂછે છે )

ત્યાર પછીનો સ્ટેજ હોય છે તોહમતદાર તરફથી ક્લોઝિંગ પુરસીસ

અને અંતે બંને પક્ષને સાંભળ્યા બાદ અને તેમના પુરાવાને ધ્યાને લીધા બાદ કોર્ટ પોતાનો ફાયનલ ચુકાદો જાહેર કરે છે.

ચેક રિટન કેસમાં સજાનું ધોરણ કેટલું હોય છે ?

– આ ગુનામાં ઓછામાં ઓછી સજા 6 મહિનાની છે અને વધુમાં વધુ 2 વર્ષ સુધીની સજા કોર્ટ ફટકારી શકે છે અને દંડના મામલે કોર્ટ પોતાની સત્તાના પ્રમાણે ફેંસલો આપી શકે છે.

સજા પછીનો સ્ટેજ શું હોય છે ?

– જયારે કોર્ટ કોઈને સજા ફટકારે છે ત્યારે તેજ દિવસે તે વ્યક્તિ કોર્ટના ફેંસલાથી નારાજ થયા બાદ ઉપલી કોર્ટમાં જવાનો વિકલ્પ પસંદ કરે છે ત્યારે કોર્ટ તેને 30 દિવસનો સમયગાળો આપે અપીલ કરવા માટે આપે છે આ માટે વ્યક્તિને કોર્ટની સમક્ષ એક અરજી કરવાની હોતી હોય છે.ઉપલી કોર્ટમાં ગયા બાદ ત્યાં પણ કેસ ચાલવાની પદ્ધતિ ઉપર જણાવેલા તમામ સ્ટેજ મુજબની હોય છે.

કઈ કોર્ટને કેસ ચલાવાની સત્તા છે ?

– જો મેટ્રો કોર્ટ વિસ્તાર હોય તો એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ પાસે સત્તા હોય છે.

– અને જો ગ્રામ્ય વિસ્તાર હોય તો ફસ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ પાસે સત્તા હોય છે.

ખાસ નોંધ : જ્યારે કોર્ટ ફાયનલ ચુકાદો જાહેર કર્યા બાદ વ્યક્તિ તે હુકમનું પાલન ન કરે અને નાસી ભાગી જાય તો તેને ભાગેડુ જાહેર કરીને જોડે જોડે તેની મિલકત ટાંચમાં લેવાનું હુકમ પણ આપી શકે છે.

આમ, આજના આ આર્ટિકલમાં તમને ચેક રિટર્ન બાબતે સંપૂર્ણ માહિતી પ્રાપ્ત થઇ ગઈ હશે. હવે જયારે ચેક રીર્ટનને લઈને તમને કે તમારા કોઈ મિત્રને કોઈ ન્યાયાયિક મુંજવણ ઉભી થઇ હોય તો આ આર્ટિકલથી તેમની મોટાભાગની મુંજવણ દૂર થઇ જશે અને તેમને કાયદાકીય રીતે મદદ પણ મળી જશે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment