ના હોય!/ બે રાજ્યોમાં વહેંચાયેલું છે આ રેલ્વે સ્ટેશન, એક રાજ્યમાં મળે છે ટિકિટ તો બીજા રાજ્યમાં આવે છે ટ્રેન

આ રેલ્વે સ્ટેશન ભારતના પશ્ચિમ વિસ્તારમાં એટલે કે મહારાષ્ટ્રમાં છે, રેલ્વે સ્ટેશનનું નામ નવાપુર રેલ્વે સ્ટેશન છે નવાપુર મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવે છે.

Ajab Gajab News Trending
Railway Station

Railway Station: ભારત એક એવો દેશ છે જે અનેક રાજ્યોથી બનીને અખંડ ભારત બન્યો છે. અહીં ઘણી વખત એવું બને છે કે રસ્તાની આ બાજુ બીજું રાજ્ય હોય અને રસ્તાની બીજી બાજુ બીજું રાજ્ય હોય. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ રેલ્વે સ્ટેશન જ બે રાજ્યોમાં વહેંચાયેલું હોય. એટલે કે, તમે એક રાજ્યમાંથી ટિકિટ ખરીદો છો, પરંતુ જ્યારે તમે તે ટ્રેનમાં બેસવા જાઓ છો, ત્યારે તમારે બીજા રાજ્યમાં જઈને તે ટ્રેનમાં બેસવું પડશે. તમે કદાચ સાંભળ્યું નહીં હોય, પરંતુ ભારતમાં આવા સ્ટેશન  અસ્તિત્વમાં છે. આજે એવા જ સ્ટેશન વિશે વાત કરવાની છે.

કયાં છે આ રેલ્વે સ્ટેશન

આ રેલ્વે સ્ટેશન ભારતના પશ્ચિમ વિસ્તારમાં એટલે કે મહારાષ્ટ્રમાં છે. રેલ્વે સ્ટેશન (Railway Station)નું નામ નવાપુર રેલ્વે સ્ટેશન છે. નવાપુર મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં આવે છે. આ સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે તેનો એક ભાગ મહારાષ્ટ્રમાં અને બીજો ભાગ ગુજરાતમાં આવે છે. એટલે કે આ બે રાજ્યો વચ્ચેનો પાતળી રેખા આ સ્ટેશનને બે ભાગમાં વહેંચે છે.

બધું વિભાજિત લાગે છે

જ્યારે તમે આ સ્ટેશન પર પહોંચશો, ત્યારે તમને ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે બધું જ વિભાજિત દેખાશે. પ્લેટફોર્મ પર મૂકવામાં આવેલી બેંચ પણ બે રાજ્યો વચ્ચે વહેંચાયેલી છે. આ ઉપરાંત પ્લેટફોર્મ પરની દુકાનો, થાંભલા અને સીડીઓ પણ બે રાજ્યોમાં વહેંચાયેલી છે. આ રેલ્વે સ્ટેશનની લંબાઈ લગભગ 800 મીટર છે, જેમાંથી 500 મીટર ગુજરાતમાં અને 300 મીટર મહારાષ્ટ્રમાં છે. અહીં સ્ટેશન માસ્ટર દ્વારા જાહેરાત પણ ચાર ભાષાઓમાં કરવામાં આવે છે જેમાં હિન્દી, અંગ્રેજી, મરાઠી અને ગુજરાતીનો સમાવેશ થાય છે.

ટિકિટ અને ટ્રેન પણ વિભાજિત છે

આ રેલ્વે સ્ટેશન વર્ષ 2018 માં ચર્ચામાં આવ્યું હતું જ્યારે તત્કાલિન રેલ્વે મંત્રી પીયુષ ગોયલે અહીં હાજર બેંચનો ફોટો ટ્વિટર પર શેર કર્યો હતો અને લખ્યું હતું કે તે 2 રાજ્યોને કારણે અલગ થયું છે… પરંતુ રેલવે સ્ટેશનને કારણે એક થઈ ગયું છે. રેલવે સ્ટેશનની સૌથી ખાસ વાત એ છે કે અહીં તમે ટિકિટ લેવા માટે ગુજરાત જાવ છો, જ્યારે તમારે જ્યારે ટ્રેનમાં ચડવાનું હોય છે ત્યારે તમારે મહારાષ્ટ્ર આવવું પડે છે. આ સ્ટેશન પર સ્ટેશન માસ્ટરની ઑફિસ, વેઇટિંગ રૂમ અને વૉશરૂમ પણ બે રાજ્યોમાં વહેંચાયેલા છે.