World Milk Day/ શા માટે વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે, દૂધ પીવાના ફાયદા જાણો

દૂધના આ મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ (વર્લ્ડ મિલ્ક ડે) તરીકે ઉજવવામાં આવે છે…….

Trending Food Health & Fitness Lifestyle
Image 2024 06 01T104324.325 શા માટે વર્લ્ડ મિલ્ક ડે ઉજવવામાં આવે છે, દૂધ પીવાના ફાયદા જાણો

World Milk Day : દૂધ પીવાથી શરીરને પોષણ મળે છે. દૂધ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દૂધ એ મુખ્ય આહાર તરીકે ગણાય છે. આહારમાં દૂધનો સમાવેશ કરવાના હેતુથી દૂધના આ મહત્વને ધ્યાનમાં રાખીને દર વર્ષે 1 જૂનના રોજ વિશ્વ દૂધ દિવસ (વર્લ્ડ મિલ્ક ડે) તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વમાં ભારત દૂધનો સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે.

શા માટે ઉજવવામાં આવે છે?

મિલ્ક ડે ઉજવવાનો હેતુ લોકોને દૂધના ફાયદા જણાવવાનો છે. આ દિવસ લોકોને દૂધથી સ્થાનિક અર્થવ્યવસ્થાઓ અને સમુદાયોને કેવી રીતે ફાયદો થાય છે તે વિશે પણ માહિતગાર કરે છે. (FAO)ના જણાવ્યા અનુસાર લગભગ છ અબજથી પણ વધુ લોકો ડેરી ઉત્પાદનોનો ઉપયોગ કરે છે.

વર્લ્ડ મિલ્ક ડેનો ઇતિહાસ?

દૂધ વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 1 જૂને વર્લ્ડ મિલ્ક ડે ની ઉજવણી કરવામાં આવે છે. (FAO) સંયુક્ત રાષ્ટ્ર ખાદ્ય અને કૃષિ સંગઠન દ્વારા વર્ષ 2001માં વર્લ્ડ મિલ્ક ડે ની ઉજવવાની શરૂઆત કરી હતી. પહેલીવાર વર્લ્ડ મિલ્ક ડે 1 જૂન, 2001ના રોજ ઉજવવામાં આવ્યો હતો.

મિલ્ક(દૂધ) પીવાના ફાયદા

મિલ્ક ડે મનાવવા પાછળનું કારણ લોકોને દૂધના ફાયદા વિશે જણાવવાનું છે. દૂધ પીવું શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે. ડોક્ટરો પણ ક્યારેક બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી દૂધ પીવાની સલાહ આપે છે. કારણ કે દૂધમાં અનેક પ્રકારના વિટામિન અને પ્રોટીન મળી આવે છે. દૂધ પીવાથી મગજ તેજ બને છે, વાળ મજબૂત બને છે, તણાવ અને હતાશા પણ ઘટાડે છે. સાથે જ બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખે છે. મીઠી નિંદ્રા આવે છે. ડાયાબિટીસનું જોખમ ઘટાડે, હૃદયરોગનું જોખમ ઘટાડવામાં પણ મદદરૂપ બને છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વજન ઓછું કરનાર Keto Diet બની શકે છે તમારો દુશ્મન!

આ પણ વાંચો: 3.7 કરોડ યુવાનો હૃદયમાં ફૂકી રહ્યા છે અગ્નિ, 4 સેકન્ડમાં તમાકુના કારણે 1નું મોત