તમારા માટે/ નવરાત્રીમાં કન્યાઓનું પૂજન કર્યા બાદ આ વસ્તુઓની આપી શકો છે ભેટ

નવરાત્રી : હિન્દુ ધર્મમાં, નાની છોકરીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં કન્યાઓની પૂજા કરીને તેમને ભોજન કરાવવાની પણ પરંપરા છે. ચૈત્ર નવરાત્રીની અષ્ટમી અને નવમી તિથિ પર પણ લોકો કન્યાઓની પૂજા કરે છે અને ઉપવાસ તોડે છે. કન્યા પૂજામાં ઓછામાં ઓછી 9 છોકરીઓને આમંત્રિત કરવામાં આવે છે અને પછી તેમને ભોજન કરાવવામાં […]

Trending Dharma & Bhakti
Beginners guide to 2024 04 15T123532.178 નવરાત્રીમાં કન્યાઓનું પૂજન કર્યા બાદ આ વસ્તુઓની આપી શકો છે ભેટ

નવરાત્રી : હિન્દુ ધર્મમાં, નાની છોકરીઓને દેવીનું સ્વરૂપ માનવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં કન્યાઓની પૂજા કરીને તેમને ભોજન કરાવવાની પણ પરંપરા છે. ચૈત્ર નવરાત્રીની અષ્ટમી અને નવમી તિથિ પર પણ લોકો કન્યાઓની પૂજા કરે છે અને ઉપવાસ તોડે છે. કન્યા પૂજામાં ઓછામાં ઓછી 9 છોકરીઓને આમંત્રિત કરવામાં આવે છે અને પછી તેમને ભોજન કરાવવામાં આવે છે. છોકરીઓને ભેટ આપીને અને તેમના આશીર્વાદ લઈને વિદાય આપવામાં આવે છે. આઠમ અને નવમીના દિવસે કન્યા પૂજાના અવસર પર તમે છોકરીઓને કઈ કઈ ભેટ આપી શકો છો તે અમે તમને જણાવીશું.

નવરાત્રી દરમ્યાન કરાતા કન્યાપૂજનમાં પ્રથમ કન્યાઓના પગ ધોઈ તેમને આસન પર બિરાજમાન કરવામાં આવે છે. બાદમાં તેમના માથા પર તિલક કરી હાથમાં રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. ત્યારબાદ માતાને ભોગ ચઢાવવામાં આવે છે અને ત્યારપછી તમામ કન્યાઓને થાળ પીરસી સમ્માનપૂર્વક ભોજન કરાવવામાં આવે છે. બાળાઓ ભોજન કરી લે પછી યજમાન તેમના ચરણ સ્પર્શ કરી આર્શીવાદ લે છે અને કન્યાઓની મનપસંદ ભેટ તેમને આપે છે.

કન્યા પૂજા પર તમે છોકરીઓને મેકઅપની વસ્તુઓ આપી શકો છો. આ માટે, સવારે સૌપ્રથમ દેવી દુર્ગાને મેકઅપ સામગ્રી અર્પણ કરો અને પછી તેને છોકરીઓમાં વહેંચો. ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા રાણીની કૃપા હંમેશા વ્યક્તિ પર બની રહે છે.

કન્યા પૂજા દરમિયાન કન્યાઓને ચોખા ચઢાવવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર ચોખાનું દાન કરવાથી ઘરમાં ક્યારેય અનાજની કમી નથી આવતી. આ સિવાય ઘર અને પરિવારના સભ્યોને આર્થિક સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

Puja of nine girls has special importance in Navratri, know about Kanya  Poojan | Navratri Kanya Pujan: નવરાત્રીમાં નવ કન્યાઓની પૂજાનું હોય છે વિશેષ  મહત્વ, જાણો કન્યા પૂજન અંગે

કન્યા પૂજા દરમિયાન કન્યાઓને લાલ વસ્ત્ર આપવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. માતા દુર્ગાને લાલ વસ્ત્રો ખૂબ જ પ્રિય છે. લાલ કપડા સિવાય તમે છોકરીઓને લાલ ચુનરી પણ ગિફ્ટ કરી શકો છો.

મહત્વનું છે કે કન્યાઓને ભોજન કરાવા સાથે એક બાળકને પણ ભોજન કરાવવામાં આવે છે. જેને ભૈરવ તરીકે બોલાવવામાં આવે છે. કારણ કે કહેવાય છે કે ભૈરવની પૂજા કર્યા વગર માતા પૂજનનો સ્વીકાર કરતી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ધોમધખતી ગરમીમાં હિલસ્ટેશનોની મજા માણવા જવું છે, તો ઊંચું વિમાનીભાડું ચૂકવવા તૈયાર રહો

આ પણ વાંચો: વિઝા એજન્સીના માલિકે જીમ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી

આ પણ વાંચો: RTE હેઠળ પહેલા ધોરણનો પ્રવેશ મહિનાના અંત સુધીમાં પૂરો થશે

આ પણ વાંચો:ભાજપનો ચૂંટણીઢંઢેરો ‘જુમલાપત્ર’થી વિશેષ કશું નથીઃ શક્તિસિંહ ગોહિલ