આની દવા કોણ કરશે?/ સારવાર માંગતું દવાખાનું, દર્દી અને કર્મચારીઓ પર લટકતા મોતના પોપડા

આ દવાખાનામાં પ્રવેશતા જ સુમસામ જગ્યાએ જતા હોવાનો ભાસ લાગશે.ઝાડી ઝાંખરા અને વધેલા ઝાડ વચ્ચે પસાર થયા બાદ દિવસે પણ લાઈટો ચાલુ રાખવી પડે તેવું અંધકારમય આ દવાખાનું છે ESIC બાપુનગર.

Ahmedabad Gujarat
Untitled 9 6 સારવાર માંગતું દવાખાનું, દર્દી અને કર્મચારીઓ પર લટકતા મોતના પોપડા

@મેહુલ દુધરેજીયા 

રાજ્યમાં આરોગ્ય સારું છે અને બીજા પાડોશી રાજ્યોના દર્દીઓ પણ સેવા લેવા માટે ગુજરાત આવે છે.આવું તમે ઘણીવાર સાંભળ્યું હશે.દર્દીઓ સારવાર હેઠળ દવાઓ  લેવા અમાટે દવાખાને જાય છે.પરંતુ જો દવાખાનું જ માંદુ હોય તો.અમદાવાદ શહેરના બાપુનગરમાં એક એવું જ માંદુ દવાખાનું આવેલું છે.

Untitled 9 7 સારવાર માંગતું દવાખાનું, દર્દી અને કર્મચારીઓ પર લટકતા મોતના પોપડા

આ દવાખાનામાં પ્રવેશતા જ સુમસામ જગ્યાએ જતા હોવાનો ભાસ લાગશે.ઝાડી ઝાંખરા અને વધેલા ઝાડ વચ્ચે પસાર થયા બાદ દિવસે પણ લાઈટો ચાલુ રાખવી પડે તેવું અંધકારમય આ દવાખાનું છે ESIC બાપુનગર.

Untitled 9 8 સારવાર માંગતું દવાખાનું, દર્દી અને કર્મચારીઓ પર લટકતા મોતના પોપડા

કામદાર કલ્યાણ માટે બનાવવામાં આવેલ આ દવાખાનું ની છત પર વાંરવાર પોપડા પડે છે માટે જાળીઓ લગાવવામાં આવી છે. તિરાડો શોધવા જશો તો સિમેન્ટ શોધવી પડશે.આવા હાલતમાં અહીંયા ડોકટરો અને આરોગ્ય કર્મચારીઓ લોકોને દવાઓ આપે છે.

Untitled 9 સારવાર માંગતું દવાખાનું, દર્દી અને કર્મચારીઓ પર લટકતા મોતના પોપડા

લટકતા મોત સાથે કામ કરતા આ કર્મચારીઓ પર કેટલી વાર પોપડા પડ્યા છે .દર્દીઓ પણ નાછૂટકે દવા લેવા માટે આવે છે.દર્દીઓની પીડા કરતા તો આ હોસ્પિટલ બિલ્ડીંગની પીડા વધુ છે.તંત્ર આ બિલ્ડીંગ માં કોઈ મોટી જાનહાનીની રાહ જોઈ રહ્યું છે.

આ પણ વાંચો:ધો-10માં પાસ થવાની ખુશીમાં ત્રણ યુવાનો કેનાલમાં ન્હાવા પડ્યા, ડૂબવાથી બેના મોત

આ પણ વાંચો:સુરત પોલીસ બાદ RTOએ પણ ઓવેરસ્પિડીંગ કરતા વાહનો ચાલકો સામે લાલ આંખ, જાણો કેટલા લોકો સામે થઈ કાર્યવાહી

આ પણ વાંચો:એસ. કે. લાંગાના જમીન કૌભાંડ મામલે હાલના મંત્રીના અધિક અંગત સચિવની હકાલપટ્ટી

આ પણ વાંચો:જૂનાગઢ મનપાની ઘોર બેદરકારી, ગટરનું ઢાંકણું શોધવા નવો બનાવેલ રસ્તો ખોદી કાઢ્યો