Gujarat Congress/ મતગણતરીની અલગ-અલગ તારીખને લઈને કોંગ્રેસ કોર્ટમાં જશે, ભાજપના દબાણમાં નિર્ણય લેવાયો : અમિત ચાવડા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતાની સાથે જ વિરોધ પક્ષ લડી લેવાના મૂડમાં છે. તેમજ તારીખો જાહેર થતાં જ વિવાદ પણ શરૂ થઈ ગયો છે. મતગણતરી માટે અલગ-અલગ

Top Stories
1

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવતાની સાથે જ વિરોધ પક્ષ લડી લેવાના મૂડમાં છે. તેમજ તારીખો જાહેર થતાં જ વિવાદ પણ શરૂ થઈ ગયો છે. મતગણતરી માટે અલગ-અલગ તારીખને લઈ કોંગ્રેસ કોર્ટમાં જશે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, ચૂંટણી પંચે ભાજપના દબાણમાં મતગણતરીની જુદી-જુદી તારીખ રાખવામાં આવી છે.

Political / કેન્દ્રમાં અમારો પક્ષ બનશે તો GSTને નવું સ્વરૂપ આપીશું : રાહુલ ગાંધી

આ અંગે પોતાનો વિરોધ નોંધાવતા અમિત ચાવડાએ ટ્વીટર પર લખ્યુ કે, “કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પુરી રીતે તૈયાર છે અને અમારા કાર્યકર્તા જીતની આશા સાથે જનતાના આશીર્વાદ માટે જશે. 2015ના કોર્ટના આદેશ છતા ભાજપના દબાણમાં મત ગણતરીની તારીખ અલગ અલગ કરી ચૂંટણી પંચની જાહેરાતને અમે કોર્ટમાં પડકારીશું.”

Cricket / અમદાવાદના મોટેરામા ઇંગ્લેન્ડ સાથે T-20 માં બાથ ભીડશે ઇન્ડિયા, 12 માર્ચથી પાંચ દિવસની યાદી જાહેર

ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે પત્રકાર પરિષદ યોજી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જાહેરાત કરી છે. આગામી તા.21 ફેબ્રુઆરીએ રાજ્યની 6 મહાનગર પાલિકાઓની ચૂંટણી યોજાશે જેની મતગણતરી તા.23 ફેબ્રુઆરીના રોજ થશે. આ સાથે 81 નગરપાલિકાઓ, 231તાલુકા પંચાયતો થતા 31 જિલ્લા પંચાયતો માટે આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે. અને તેની મતગણતરી ૨ માર્ચના રોજ થશે. ચૂંટણી પંચની જાહેરાત મુજબ આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવાઈ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…