Vadodara/ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ, વડોદરામાં રિક્ષામાંથી દારૂની બોટલો પડી રસ્તા પર

રેસકોર્સ સર્કલ પાસે મુખ્ય માર્ગ પર બે રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દારૂ ભરેલી રિક્ષા પલટી ખાતા રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી.

Gujarat Vadodara
રિક્ષા
  • ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ
  • વડોદરાઃ રિક્ષામાંથી દારૂની બોટલો પડી રસ્તા પર
  • બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયા બાદ બોટલો પડી
  • શહેરના રેસ્કોર્સ CNG પંપ પાસે થયો અકસ્માત

આમ તો કહેવા માટે ગુજરાતમાં દારૂબંધી છે. પરંતુ એટલી મોટી માત્રામાં દારૂ પકડાય છે કે પોલીસ દર વર્ષે લાખો કરોડોનો દારૂનો નાશ કરે છે. બુટલેગરો બેફામ ફરી રહ્યા છે. ત્યારે આવમાં વડોદરા (vadodara)માં બે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષામાંથી દારૂની બોટલો રસ્તા પર પડી હતી. શહેરના રેસ્કોર્સ CNG પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. જ્યારે ગોરવા પોલીસે રિક્ષા ચાલકની અટકાયત કરી વધુ પુછપરછ હાથધરી હતી.

પોલીસે રિક્ષા કબજે કરી.

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે રેસકોર્સ સર્કલ પાસે મુખ્ય માર્ગ પર બે રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં દારૂ ભરેલી રિક્ષા પલટી ખાતા રોડ ઉપર દારૂની રેલમછેલ થઇ ગઇ હતી. દારૂ ભરેલી રિક્ષા ધડાકા સાથે ભટકાતાની સાથે જ રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને રિક્ષામાં મુકેલી દારૂની બે પેટીઓ પૈકી એક પેટીમાં મુકેલી દારૂની બોટલો રોડ ઉપર પડતા તૂટી ગઈ હતી, જેથી રોડ ઉપર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી.

આરોપી લાલચંદ લક્ષ્મણ નેભવાની.

આજે સવારે રેસકોર્સ પાસે મુખ્યમાર્ગ ઉપર બનેલા બનાવને પહલે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તે સાથે ટ્રાફિક વ્યવહાર પણ થોડા સમય માટે ખોરવાઈ ગયો હતો. કહેવાય છે કે, વડોદરા શહેરમાં વહેલી સવારે તેમજ સમી સાંજના સમયે નાના-મોટા ખેપિયાઓ ઓટો રિક્ષા, ટુ-વ્હીલર તેમજ કાર જેવા વાહનોમાં બિદાસ્ત દારૂની ખેપ મારતા હોય છે. જેનો પુરાવો આજે સવારે રેસકોર્સ સર્કલ પાસેના રોડ ઉપર બનેલી ઘટના છે.

આ પણ વાંચો:મહેસાણાના વિશ્વ પ્રખ્યાત મોઢેરા સૂર્યમંદિરમાં આ તારીખે ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવશે!

આ પણ વાંચો:ફાયરબ્રિગેડનું ચાર કરોડનું હાઇડ્રોલિક પ્લેટફોર્મ જ કામ કરતું નથીઃ મોકડ્રિલમાં પર્દાફાશ

આ પણ વાંચો:માણસા-વિજાપુર લાઇનને બ્રોડગેજ બનાવવા 266 કરોડનું ટેન્ડર મંજૂર

આ પણ વાંચો:અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીના રેકેટનો કર્યો પર્દાફાશ

આ પણ વાંચો:ગુજરાતમાં CM ભૂપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો કરાવ્યો આરંભ, ‘PM ના નેતૃત્વમાં ગુજરાત ઊંચાઈએ જઈ રહ્યું છે’