વિશ્લેષણ / પોતાના પગ હેઠળ રેલો આવ્યો ત્યારે ચીન જાગ્યું

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં ચીનના નવ નાગરિકો માર્યા ગયા બાદ પાક.ને ચીમકી આપી તમારામાં આતંકવાદીઓ સામે કાર્યવાહીની ત્રેવડ ન હોય તો અમે સૈનિકો મોકલીએ

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 
પોતાના પગ હેઠળ રેલો આવે ત્યારે કોઈપણ દેશની આંખ ઉઘડે છે. વાસ્તવિકતાનું ભાન પણ થાય છે અને સમયનું પણ ઘટનાનું મહત્ત્વ પણ સમજીએ છે. યુનો હોય કે કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ હોય પરંતુ અત્યાર સુધી ત્રાસવાદ અને ત્રાસવાદીઓ સામે પગલાં ભરવાની વાત આવે ત્યારે પાકિસ્તાનની ઢાલ બનનાર અને પાકિસ્તાની કબજા હેઠળના કાશ્મીર એ ગેરકાયદેસર કબજાે હોવાનું ચીન જાણે છે તેમ છતાં તેની હરકત ચાલુ રહે છે અને દિવસ ઉગે અને રોજ નવું ઉંબાડીયું મૂકે છે. ભારતીય સરહદે સતત પોતાની હાજરી નોંધાવનાર અને અરૂણાચલ અમારૂ છે નું ગાણુ ચાલુ રાખનાર ચીને ભારતની સરહદે મોટા પાયે સૈન્ય પણ ગોઠવ્યું છે. આ બધી વાતો વચ્ચે થોડા દિવસ પહેલા પાકિસ્તાનમાં બ્લાસ્ટ થયો અને તેમાં નવ ચીની નાગરિકો માર્યા ગયા. વિશ્વભરના અખબારોએ આ બનાવની નોંધ લીધી. આ બનાવ ખૂબ ચગ્યો છે તેવે સમયે પરિસ્થિતિ એ ઉભી થઈ છે કે હવે ચીન પણ જાગ્યું છે.

ઓનલાઈન વર્કિંગની માયાજાળ : મહત્વ થી લઈ વ્યસન સુધી, શું છે સાચો વિકલ્પ…?

અખબારી અહેવાલો અનુસાર ચીને પાકિસ્તાન ખાતે બનેલા આ બનાવની તપાસ માટે ખાસ ટીમ મોકલવાનું નક્કી કર્યું છે. એટલું જ નહિ પરંતુ પાકિસ્તાનની ટીમે આ બનાવ બસમાં વિસ્ફોટ થવાના કારણે બન્યો છે તે થિયરી જાહેર કરી છે તેેને પણ નકારી કાઢી છે અને કહ્યુ છે કે જાે પાકિસ્તાન આવા બનાવોના સર્જક આતંકવાદી તત્વોને મારી શકે તેમ ન હોય તો ચીની સૈનિકો અને મિસાઈલ આ માટે તૈયાર છે. પાકિસ્તાનના કોહીસ્તાન વિસ્તારમાં બનેલા આ બનાવ બાદ ચીન આતંકવાદ અને પાકિસ્તાની શાસકોએ બન્ને સામે લાલઘૂમ થયું છે. ચીનના સત્તાવાર મુખપત્ર સમા અખબાર ગ્લોબલ ટાઈમ્સમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ અને આ અખબારના સંપાદકે કરેલી ટ્‌વીટ પ્રમાણે આ બનાવમાં સંડોવાયેલા કોઈ આતંકવાદીઓ સામે આવ્યા નથી. પાકિસ્તાની શાસકોએ જ આ બનાવમાં સામેલ એવા આતંકવાદી તત્વોને શોધી કાઢીને તેમને ખત્મ કરવા જાેઈએ. આ અખબારી અહેવાલ વધુમાં એમ પણ જણાવે છે કે જાે પાકિસ્તાન આ કામગીરી માટે સક્ષમ ન હોય તો ચીનના મિસાઈલ અને સ્પેશ્યલ ફોર્સને કામે લગાવી શકાય તેમ છે. ચીન આ માટે તૈયાર છે. પાકિસ્તાને ચીની નાગરિકોવાળી બસમાં થયેલો વિસ્ફોટ ગેસલીકના કારણે થયો હોવાની વાત સાવ ફગાવી દીધી છે.


અધુરામાં પુરૂ હોય તેમ ચીનના વિદેશ મંત્રાલયે પણ એવી જાહેરાત કરી છે કે ચીન સંયુક્ત ટીમ મોકલીને આ બનાવના મૂળમાં ઉતરી તેમાં સંડોવાયેલા આતંકવાદી તત્વોનો ખાત્મો બોલાવવા માટે તૈયાર છે. આમ પોતાના નાગરિકોનો ભોગ લેનારા આતંકવાદી હુમલાથી ચીન લાલગૂમ થયું છે. તેના પગ નીચે રેલો આવ્યો ત્યારે જ તેની આંખ ઉઘડી છે તે પણ હકિકત છે.

પાકિસ્તાન એ આતંકવાદનું મૂળ છે – આતંકવાદની ફેકટરી છે તે વાત ભારતે ઉપર જણાવી ગયા તે પ્રમાણે દરેક આંતરરાષ્ટ્રીય મંચ પરથી એકથી વધુ વખત કહી છે. વિશ્લેષકો એક પછી એkક બનાવોનો હવાલો આપી ચીનને એ વાતની યાદ આપી રહ્યા છે કે આતંકવાદના આકાઓ અને તેની માત્ર ભારતમાં જ નહિ પરંતુ તમામ દેશમાં આવી પ્રવૃત્તિ ચલાવનાર અલકાયદા, આઈએસઆઈએસ સહિતની સંસ્થાઓને પ્રોત્સાહન આપવાના બનાવ અંગે જ્યારે પણ ચર્ચા થઈ છે ત્યારે ચીને પાકિસ્તાનનો બચાવ કર્યો છે. ઢાલ બનીને ઉભું રહ્યું છે અને ઘણા સંરક્ષણ અને વિદેશી બાબતોને લગતા વિશ્લેષકો કહે છે તે પ્રમાણે સમગ્ર વિશ્વ પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન સહાય કે આક્ષેપ આપવાની પ્રવૃત્તિને વખોડે છે ત્યારે ચીને હંમેશા થાબડભાણા કર્યા છે. પાકિસ્તાનનો મશહુર આતંકવાદી મસુદ અઝહરને  વૈશ્વિક આતંકી જાહેર કરવાના ઠરાવને ચીને ત્રણથી ચાર વખત વીટો વાપરીને અટકાવ્યો હતો અને લાંબા સમય બાદ આ વિશ્વ માટે જાેખમી ત્રાસવાદીને વૈશ્વિક આતંકી જાહેર કરાયો હતો.

મરિયમ નવાઝ v/s જેમીમા ગોલ્ડસ્મિથ / મારા બાળકો યહૂદીઓના ખોળામાં ઉછરી રહ્યા છે, આ જ કારણોસર મેં 2004 માં પાકિસ્તાન છોડ્યું હતું : જેમિમા ગોલ્ડ સ્મિથ

આ મસુદ અઝહર વિષે જાણીએ તો વર્ષો પહેલા જમ્મુ કાશ્મીરમાં પકડાયો હતો પરંતુ તેના આતંકી સાથીઓએ ભારતના વિમાનનું અપહરણ કરી કંદહાર લઈ ગયા. વિમાનના ૧૯૦થી વધુ ઉતારૂઓને ઉડાવી દેવાની ધમકી પણ આપી. આથી ભારતે મસુદ અઝહર અબ્દુલ લકવી સહિત ત્રણ ત્રાસવાદીઓને વિમાનનું અપહરણ કરનારા તત્વોના હાથમાં સોંપી દીધા. કંદહારની આ ઘટના બની ત્યારે ભારતમાં ભાજપના નેતા સ્વ. અટલબિહારી વાજપેયીની આગેવાની હેઠળની એન.ડી.એ.ની સરકાર સત્તા પર હતી અને કેન્દ્રના એક તે વખતના વરિષ્ઠ પ્રધાન જસવંતસિંઘ આ ત્રાસવાદીઓને લઈ સોપવા ગયા હતા અને તે વખતે ભારતના પ્રચાર માધ્યમોએ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી કાઢી હતી. હવે આ જ મસુદ અઝહર ભારત નહિ સમગ્ર વિશ્વ માટે માથાનો દુઃખાવો બન્યો છે અને આજ ત્રાસવાદીને બચાવી લેવાનું પાપ પણ ચીને કર્યું છે.

ગુવાહાટી / CAA પર મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું – દેશની કોઈ પણ મુસ્લિમ આબાદી…

પોતાના પગ હેઠળ રેલો
પોતાના પગ હેઠળ રેલો

અત્યાર સુધી ભારતને અને તેમાંય જમ્મુ કાશ્મીરના વિવિધ બનાવોે લક્ષ્યાંક બનાવી હુમલાઓ કરતાં આતંકવાદીઓ પાકિસ્તાનમાં પણ શાળાઓના બાળકોને લઈ જતી બસ પર હુમલાઓ કર્યાના બનાવો એક-દોઢ વર્ષ પહેલા બન્યા છે.પાકિસ્તાનની નીતિના કારણે ત્યાંના નિર્દોષ બાળકોનો ભોગ લેવાયો ત્યારે પણ વિશ્વભરના પ્રચાર માધ્યમોએ તેની નોંધ લીધી હતી

પાકિસ્તાન માટે તો આતંકવાદીઓએ હાથના કર્યા હૈયે વાગ્યા જેવી સ્થિતિનું નિર્ણાણ કરી દીધું છે તેવે સમયે ઉપર જણાવી ગયા તે પ્રમાણે તેના પગ નીચે રેલો આવ્યો છે ત્યારે તે જાગ્યું છે આ કોઈ જેવી તેવી વાત તો હરગીઝ નથી. આતંકવાદ મામલે પાકિસ્તાન નિષ્ફળ જતાં વૈશ્વિક મોરચે એકલું પડી ગયું છે. ચીને હજી પણ સમજવાની જરૂરત છે કે પોતાની કહેવાતી મિત્રતાનો ઉપયોગ કરી પાકિસ્તાનને જરૂરી પગલાં લેવા ફરજ પાડે.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment