Consumer Act / વીમા કંપનીએ મૂળ પોલીસી હોલ્ડરને જાણ કરવી ફરજીયાત

ભલમનસાઈને ઉદારતા રાખી આપણે જીવન જીવીએ તો સામી વ્યક્તિમાં આપણે વિશ્વાસ ઉભો કરી શકીએ અને ઉદારતાથી  પેલી કોઈપણ વસ્તુ પછી ભલે એ સલાહ  હોય, મદદ કરીએ તો જરૂરથી એ સામેની વ્યક્તિ તરફનો આપણા પ્રત્યે પ્રેમભાવ રહેશે અને જીવન પર્યંત રહેશે.

હમણા વીમા કંપની અને બેંક દ્વારા એવા નિર્ણયો કરવામાં આવે છે કે જેને લઈને વીમેદાર તથા બેંકનાં ખાતા ધારકોને વિના કારણે સહન કરવું પડે છે.  આવો જ એક અગત્યનો દાખલો બેસે તેવો કેસ ગ્રાહ સુરક્ષા ધારા નીચે રાષ્ટ્રીય ગ્રાહક કમિશન  દિલ્હીએ તેનો ચુકાદો રીવીઝન પીટીશન નં.-૩૭૪૧/૨૦૦૮નાં કામમાં આપ્યો છે.

આ કેસની હક્કીત એ છે કે, સ્વ. અભય બંસીલાલનાં વિધવા તથા તમે નાં પુત્ર મનીષ અભયે ગ્રાહક સુરક્ષા મહારાષ્ટ્ર કમિશનમાં અપીલ નં.-૧૪૭૮/૭માં રીસ્પોન્ડટ તરીકે રજુઆત કરી હતી કે સ્વ. અભય બંસીલાલનું એક ખાતુ બેંકમાં હતુ અને રીસ્પોન્ડટ નં.- ૧ ધી ન્યુ ઇન્ડિયા એસ્યોરન્સ કું. લી. જનતા પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ સ્કીમ  દ્વારા એક્સિડન્ટ બેનીફીટ અન્વયે વીમો ઉતારતી હતી. આ સ્કીમ નીચે સ્વ. અભય રૂ. ૫ લાખનો  એક્સિડન્ટ વીમો બેન્ક દ્વારા પ્રીમિયમની રકમ અભયનાં ખાતામાંથી રૂ. ૩૪૦/- ઉધારી બેંકે તે રકમ પ્રીમિયમ તરીકે વીમા કંપનીને ચુકવેલી. આમ અભયનો વીમો બેન્ક દ્વારા તમે નાં ખાતામાંથી પ્રીમિયમની  રકમ કાપીને વીમાનો કરાર ૧૨ વર્ષમાટે અસ્તિત્વમાં આવેલો.

જનતા પર્સનલ એક્સિડન્ટ પોલિસી આમ ૧૨ વર્ષ માટે તા. ૧૭-૧૧-૨૦૧૦ સુધી વેલીડ હતી. આ પોલિસીના કરાર મુજબ પોલિસી હોલ્ડરને પોલિસીનાં પીરીયડ દરમિયાન જો અકસ્માતથી મૃત્યુ થાય અને અથવા કોઈપણ પ્રકારની ઈજા થાય તે મુજબનું કવરેજ હતું. આમ જનતા ઇન્સ્યુરન્સ સ્કીમ પોલિસી ૧૨ વર્ષમાટે ચાલુ હતી. તે દરમિયાન ગુજરનાર તા. ૧૪-૧૦-૨૦૮ના રોજ મુંબઈથી વાશી જતા હતાં અને મહરાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટની બસે ગુજરનાર ડો. અભયને તમે નાં વાહન હિરો હોન્ડા મોટરસાઈકલને પાછળથી ટક્કર મારેલી તાત્કાલિક ડો. અભયને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ ડોક્ટરે તમે ને મૃત જાહેર કરેલા.

મૃતકના વિધવા તથા તેમનાં કાયદેસરના વારસે ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીમાં ક્લેમ તા. ૧૩-૧૧-૨૦૦૬ અને ઈન્સ્યુરન્સનાં ક્લેમનાં રૂ. ૫ લાખની માંગણી કરેલી જે કાયદેસર અને ઈન્સ્યુરન્સ કંપની આપવા બંધાયેલ હતી. નેશનલ કન્ઝ્યુમર કમિનશને જ્જમેન્ટમાં નોંધ્યું કે પોલિસી તા. ૧૮-૧૧-૧૯૯૮થી ૧૭-૧૦-૨૦૧૦ સુધી અમલમાં હતી.

હવે જ્યારે પોલિસી હોલ્ડરે આ સમય દરમિયાન જો એક્સિડન્ટ થાય તો તે આશયથી પોલિસી લેવામાં આવેલી. ડો. અભયને એક્સિડન્ટ તા. ૧૪-૨-૨૦૦૮નાં રોજ થયેલ. હવે ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કું. જનતા પર્સનલ એક્સિડન્ટ પોલિસી તા. ૧૫-૦૯-૨૦૦૬નાં રોજ કેન્સલ કરેલી અને આની જાણ બેંકને કરવામાં આવેલી અને ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપની બેંકને પ્રોવેટા પ્રમાણે પોલિલીનાં સમય જે બાકી રહ્યો તેનાં પ્રીમિયમના નાણા વીમેદારને પાછા આપવા માટે ડીમાન્ડ ટ્રાફટ પણ મોકલી આપવામાં આવેલ.

 ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીએ દરેક પોલિસી હોલ્ડરને પોલિસી કેન્સલ કરવામાં આવી છે તેની જાણ કરેલી નહિ પણ બેન્કે ખાતેદાર (વીમેદાર)નાં ખાતામાંથી પ્રીમિયમની રકમ ઉધારેલી હોઈ વીમા કંપનીએ બેન્કને પોલિસી કેન્સલ કરી હોવાની જાણ કરેલી અને બાકી પોલિસી પીરીયડનાં નાણા બેંકને ખાતાધારક વીમેદારને જમા આપવા જણાવી ડીમાન્ડ ડ્રાફ્ટ રકમનો મોકલલ હતો. નાસિક કન્ઝ્યુમર ફોરમ તથા  મહારાષ્ટ્ર સ્ટેટ કમિશને સામાવાળા ઈન્સ્યુરન્સ કંપનીના  જવાબ સાથે સંતોષ નહતો અને વીમેદાર ફરિયાદીને રૂ. ૫ લાખ ફરિયાદની તારીખથી ૯% વ્યાજ સહિત ચૂકવવા હુકમ કરેલ. આ હુકમ સામે રીવીઝન પીટીશન ઇન્સ્યુરન્સ કંપનીએ ફાઈલ કરેલી અને નેશનલ કમિશને આ રીવીઝન પીટીશનો નિર્ણય  અને ઓર્ડર આપતા ઠરાવ્યું કે અગાઉનાં કેસ જેમાં નેશનલ કમિશને અશોક જૈન વિરુદ્ધ ઓરિએન્ટલ ઈન્સુ.કંપનીનો કેસ નક્કી કરતા નોંધ્યું કે ઇન્સ્યોરન્સ કંપની પોલિસી કેન્સલ કરે તે સંજોગોમાં ઇન્સ્યોરન્સ કંપનીએ કેન્સલેશનની જાણ ઈન્સ્યોર્ડને કરવાની નહીં કે ઈન્સ્યોર્ડ પરસનને આ કેસ ઉપર આધાર રાખી તથા બીજો કેસ ઉષા શર્માવિરુદ્ધ ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ ક. લી.માં નેશનલ કમિશને ઠરાવેલ કે ઇન્સ્યોરન્સ કંપની કલમ-૫ નીચે પોલિસી કેન્સલ કરી શકે છે.

પરંતુ પોલિસી કેન્સલેશનની જાણ દરેક પોલિસી હોલ્ડરને કરવી જરૂરી છે અને પોલિસીનાં બાકીના રહતા સમય માટેનું પ્રીમિયમ પ્રોરેટા પ્રમાણે ડીમાન્ડ ડ્રાફ્ટ રૂ. ૪૯,૦૦૦/-નો પરત કરેલ. પરંતુ બેંકે આ  કેન્સલેશન ચેલેન્જના કર્યુ. ઉપરાંત બેંકે નાસિક ફોરમ તથા સ્ટેટ કમિશનનાં વિગતવાર જવાબ ના આપો તો   બધાજ કારણો અને પોલિસી કન્ડીશન વગેરે ઉપર આધાર રાખી નેશનલ કમિશને રીસ્પોન્ડ નં.-૨ બેંકને જવાબદાર ઠેરવી રૂ. ૫ લાખ તા ૧૩-૧૧-૨૦૦૬ થી ૯%નાં વ્યાજ સહિત ચુકવવા હુકમ કર્યો વધુમાં ફરિયાદી વિધવાને રૂ. ૧૦,૦૦૦/- ખર્ચના ચુકવવા પણ હુકમ કર્યો.

એડવોકેટ હિમાંશુ ઠક્કર 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery