નવરાત્રી સ્પેશિયલ / ઘરે બનાવો ફરાળી હાંડવો, ફટાફટ નોંધી લો રેસિપી

નવરાત્રીમાં વ્રત ઉપવાસ સમયે કઇ વાનગી  ખાવામાં આવે જે સાત્વિક હોય ચટાકેદાર હોય અને ફરાળી પણ હોય.

નવરાત્રી દરમિયાન વ્રત ઉપવાસ રાખવાનું આગવું ધાર્મિક મહત્વ છે ત્યારે આ નવરાત્રીમાં વ્રત ઉપવાસ સમયે કઇ વાનગી  ખાવામાં આવે જે સાત્વિક હોય ચટાકેદાર હોય અને ફરાળી પણ હોય. અહીં આપડે ફરાળી હાંડવો બનાવવાની રીત જોઈશું.

ફરાળી હાંડવો બનાવવાની સામગ્રી
1 બટાકાની છીણ
1 કપ પલાળેલા સાબુદાણા
1/2 કપ રાજગરો
1/2 કપ શિંગોડાનો લોટ
2 ચમચી સિંગદાણાનો ભૂકો
1 ચમચી દહીં-ખાંડ
1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
1/2 ચમચી તજ-લવિંગનો ભૂકો, લાલ મરચું સ્વાદાનુસાર, મીઠું સ્વાદાનુસાર

 રીત

ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી તેમાં પાણી નાખી જાડું ખીરું તૈયાર કરવું. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરું નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં એક, ચમચી તલ નાખવા. ત્યાર બાદ લીમડો નાખવો.પછી બનાવેલું ખીરામાંથી પુડલા જેવું પાથરવું. ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી, પલટાવીને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો થશે


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment