તમારા માટે/ પિતાએ પુત્રીની ધામધૂમથી વિદાય લેવાની ઇચ્છા કરી પૂર્ણ, શાનદાર સ્ટેજ શણગારી આપી યાદગાર Tribute

નારણપુરાના પ્રગતિ નગરમાં એક પિતાએ પુત્રીની ઇચ્છા પૂર્ણ કરતા યાદગાર Tribute આપી. પુત્રીનું અકાળે અવસાન થતા પિતાએ ધામધૂમથી વિદાય લેવાની પુત્રીની ઇચ્છા પૂર્ણ કરવા શોકસભાનું અનોખી રીતે આયોજન કર્યું.

Gujarat Ahmedabad Trending
Beginners guide to 76 2 પિતાએ પુત્રીની ધામધૂમથી વિદાય લેવાની ઇચ્છા કરી પૂર્ણ, શાનદાર સ્ટેજ શણગારી આપી યાદગાર Tribute

અમદાવાદ : નારણપુરાના પ્રગતિ નગરમાં એક પિતાએ પુત્રીની ઇચ્છા પૂર્ણ કરતા યાદગાર Tribute આપી. પુત્રીનું અકાળે અવસાન થતા પિતાએ ધામધૂમથી વિદાય લેવાની પુત્રીની ઇચ્છા પૂર્ણ કરવા શોકસભાનું અનોખી રીતે આયોજન કર્યું. આ શોકસભામાં પિતાએ પોતાની પુત્રીના જીવનની તમામ સફરને યાદ કરતા ફોટા મૂકયા હતા. અકાળે અવસાન પામનાર પુત્રી 21 વર્ષી વિશ્વા શાહ જેનું હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ થયું હતું. કુબેરનગર વિસ્તારમાં વિશ્વા શાહની સ્કૂટીને કારે ટક્કર મારતા તે ઘસડાઈ હતી. અને માથા પર ઇજા થવાના કારણે સારવાર દરમ્યાન મૃત્યુ પામી.

21 વર્ષીય વિશ્વા શાહ JG ઇન્ટરનેશનલમાં કોલેજમાં ફિઝિયોથેરાપીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. હિટ એન્ડ રસન કેસમાં વિશ્વા શાહનું બ્રેઇન ડેડ થવાના કારણે અવસાન થયું. પુત્રીનું અકાળે અવસાન થતા પિતાએ પોતાની દિકરીને અનોખી Tribute આપી. નારણપુરાના પ્રગતિનગરમાં કોમ્યુનિટી હોલમાં રિસેસપ્શનની જેમ પુત્રીની શોકસભા રાખવામાં આવી. કોમ્યુનિટી હોલમાં તેમણે પુત્રીના મોટા ફોટા સાથે શાનદાર રીતે સ્ટેજ શણગાર્યું. અને હોલમાં વિશ્વાના બાળપણથી લઈને અત્યાર સુધીના તમામ ફોટોઝ તેમાં રાખ્યા. જીવનના દરેક ક્ષણની માણતી પોતાની દિકરીના ફોટા સાથે હોલમાં શણગાર કર્યો. અને પોતાની પુત્રીની ઇચ્છાપૂર્ણ કરી. વિશ્વાની ઇચ્છા હતી કે તેના લગ્ન ધામધૂથી કરવામાં આવે. અને લગ્નમાં રાખવામાં આવે છે તેમ સંગીત, હલદી સહીતની સેરેમની રાખી પુત્રીની અનોખી અને ભવ્ય શ્રદ્ધાંજલિ આપી.

વિશ્વાશાહના પિતાએ રાખેલ અનોખી શ્રદ્ધાંજલિ સભામાં એક સંદેશ પણ હતો. આ સભામાં તેમણે ડ્રાઈવિંગ કરતી વખતે સાવધાની રાખવા લોકોને સંદેશ આપ્યો. લોકો જવાબદારીપૂર્વક ડ્રાઈવિંગ કરે અને સ્પીડ નિયંત્રણ રાખે, બેફામ રીતે વાહન ના ચલાવે જેવા સંદેશા આપ્યા હતા. વિશ્વાના પિતાએ શ્રદ્ધાંજલિ સભામાં લોકોને ખાસ જણાવ્યું કે તમારી સ્પીડની મજા કે આદત કોઈ અન્ય વ્યક્તિની લાઈફલાઈન કટ ઓફ કરી દે છે તે બાબતે અવશ્ય જાગૃત રહેજો અને સ્પીડ કંટ્રોલમાં રાખજો. શ્રદ્ધાંજલિમાં સભામાં આવનાર તમામ મિત્રો અને સંબંધીઓને દિકરીના અકાળે અવસાન થવા પર શોકાતુર ના થતા તેમની દિકરીની યાદોને માણવા કહ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃરાજ્યમાં હીટવેવની ચેતવણી, નેતાઓને ગરમીમાં કરવો પડશે પ્રચાર

આ પણ વાંચોઃયુજીસીની લોકપાલ નીમવાની સૂચનાને ઘોળીને પી ગઈ ગુજરાતની 20 યુનિવર્સિટી

આ પણ વાંચોઃ પોલીસકર્મીએ હાથ લારીને લીધી અડફેટે, ત્યારબાદ તપાસમાં થયેલા ખુલાસાને વાંચશો તો…