Dwarka/ ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

ખા નજીક દરિયામાંથી શંકાસ્પદ બોટ મળી આવી છે. આ બોટમાંથી ત્રણ ઇરાની, એક ભારતીયની અટકાયતમાં લેવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others
શંકાસ્પદ બોટ
  • દ્વારકાના દરિયામાંથી શંકાસ્પદ બોટ ઝડપાઇ
  • બોટમાંથી ચાર લોકોની અટકાયત કરાઇ
  • બોટમાંથી ત્રણ ઇરાની, એક ભારતીયની અટકાયત
  • ઝડપાયેલા ચારેય લોકોની પુછપરછ શરૂ કરાઇ

Devbhoomi Dwarka News: ગુજરાતનો દરિયાકાંઠો કાયમ ડ્રગ્સ માટે વિવાદીત રહ્યો છે. ઘુસણખોરી માટેના આ રસ્તાને સૌથી સેફ માનવામાં આવે છે. ત્યારે આવામાં દ્વારકાના દરિયામાંથી શંકાસ્પદ બોટ ઝડપાઇ છે. આ બોટમાંથી ચાર લોકોની અટકાયત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, ઓખા નજીક દરિયામાંથી શંકાસ્પદ બોટ મળી આવી છે. આ બોટમાંથી ત્રણ ઇરાની, એક ભારતીયની અટકાયતમાં લેવામાં આવ્યા છે અને હાલ આ તમામની પુછપરછ કરવામાં આવી રહી છે. જુદી જુદી સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ શરુ કરી છે.

Untitled 40 ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

આ પણ વાંચો:લખતરમાં ગણેશજીની શોભાયાત્રા કાઢી કરાયું વિસર્જન

તમિલનાડુનો એક શખ્સ નોકરી માટે ઇરાન ગયો હતો. જ્યાં તેને નોકરી પર રાખનારે તેનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો. આ યુવક ભારત પરત આવવા માગતો હતો. પરંતુ તેના પાસે પાસપોર્ટ ન હોવાથી તે ગેરકાયદે રીતે ભારત આવવા માગતો હતો. આ માટે તેણે ઇરાનના ત્રણ લોકોની મદદ લીધી હતી. વિગતો મુજબ પકડાયેલા શખ્સનો ભાઇ પણ ઇરાનમાં હતો, જોકે તેની પાસે પાસપોર્ટ હોવાથી તે સીધો રાજકોટ પહોંચ્યો હતો.

Untitled 41 ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

ઈરાની બોટમાંથી સેટેલાઈટ ફોન્ અને થોડુ ડૃગ્સ મળી આવ્યું છે , આ બાબતે પણ તપાસનો ધમધમાંટ ચાલી રહ્યો છે, સેટેલાઈટ ફોન અને ડ્રગ્સ મળી આવવાના પગલે આઇબી અને સેન્ટ્રલ આઇબી સહિતની એજન્સીઓ પણ ઓખા દોડી આવી છે.

Untitled 41 ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

ઈરાનની બોટથી ડીઝલની હેરાફેરી થતી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શંકાસ્પદ બોટમાંથી 15 જેટલા સંભવિત ડીઝલના કેન મળી આવ્યા છે. તપાસ કાર્યવાહીમાં ATS પણ જોડાશે તેવી શક્યતા છે. પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ ATS વધુ તપાસ હાથ ધરશે. યુવક પોતાનો પાસપોર્ટ મેળવવા બોટ મારફતે ગુજરાત આવ્યાનો પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે.

પાકિસ્તાનથી ગુજરાતમાં ઘૂસવા માટે સૌથી સરળ રસ્તો સૌરાષ્ટ્રનો દરિયા કિનારો હોવાથી ચિંતા વધુ છે. પોરબંદરનો દરિયા કિનારો આતંકીઓ માટે ગેટવે ઓફ ગુજરાત છે. જેથી અમુક નિર્જન ટાપુ પર સાઇડ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. મોટા ભાગની ફિશિંગ બોટનું પણ ચેકિંગ થઇ રહ્યું છે. મરિન કમાન્ડો હાઇ એલર્ટ પર છે. તેની સાથે સાથે નેવી અને એરએન્ક લેવલના વિમાનો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. આ સિવાય આઇએમબીએલ નજીક માછીમારોને માછીમારી ન કરવા સૂચના અપાઇ છે. સોમનાથ મંદિર અને આજુબાજુના વિસ્તારોમાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ વધારી દેવાયું છે.

આ પણ વાંચો:ભાવનગરમાં રખડતા ઢોરે વધુ એક મહિલાનો લીધો જીવ

આ પણ વાંચો:ભાવનગરની આ હોસ્પિટલમાં મોદી રાત્રે ફાયરિંગ, શારીરિક સંબંધને લઈને ગોળીબાર

આ પણ વાંચો:બહુચરાજી એપીએમસીની પેટાચૂંટણીમાં ભાજપ vs ભાજપ

આ પણ વાંચો:ગુજરાતમાં ચાર-ચાર કલાકે હાર્ટ એટેકથી યુવાનોના થઇ રહ્યા છે મોત

આ પણ વાંચો: માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ