અમદાવાદ મ્યુનીસીપલીટી કોર્પોરેશન / શહેરના આ 3 સ્થળે ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ’ શરૂ

રાજ્યમાં  કોરોના કેસ માં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે . પરિસ્થિતિ ખુબ જ ગંભીર જોવા મળી રહી છે , એક પણ  હોસ્પિટલમાં  બેડ્સ ખાલી જોવા મળી નથી રહ્યા.  અમદાવાદની વાત કરીએે તો અહી સ્થિતિ બેકાબુ બની ગઇ છે. હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સની લાંબી કતાર જોવા મળી રહી છે. એમ્બ્યુલન્સમાં દર્દીઓનાં સગા રાહ જોઇ રહ્યા છે કે ક્યારે અંદર દાખલ દર્દી બેડ્સ ખાલી કરે અને અમને જગ્યા મળે. આવી સ્થિતિમાં હવે લોકો કોરોનાનાં ટેસ્ટ કરાવી રહ્યા છે. જેને લઇને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાઇવેટ લેબની મદદથી પૂર્વ વિસ્તારમાં પણ ડ્રાઇવ થ્રૂ ટેસ્ટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરના પૂર્વ વિસ્તારમાં મણિનગર ખાતે આવેલા કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ, તેમજ વસ્ત્રાલમાં  ડ્રાઇવ થ્રૂ ટેસ્ટ કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે 8 થી સાંજ ના 8 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોનાનોન ટેસ્ટ કરવા માટે લોકો ઉમટી પડ્યા છે. જ્યારે આ ટેસ્ટ કર્યા બાદ તેનો રિપોર્ટ બે કે ત્રણ દિવસે સામે આવી રહ્યા છે. અત્યારે શહેરમાં કોરોના પર કાબૂ મેળવવા માટે સઘન ટેસ્ટિંગ માટેનું અભિયાન ચાલી રહ્યું છે. શહેરમાં ઠેર ઠેર કોરોનાનાં રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો શહેરની લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ કરાવવા માટે લાંબી લાઈનો હોય છે. જેમાં કેટલાંક એવાં દર્દીઓ પણ હોય છે કે જેના કારણે કોરોના સંક્રમણ ફેલાઇ શકે છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ‘ડ્રાઇવ થ્રુ RT PCR ટેસ્ટ માટેની શરૂઆત કરવામાં આવી છે.  આ ડ્રાઇવ થ્રુ RT-PCR ટેસ્ટ 800 રૂપિયામાં થશે.

 

 

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery