ICC ODI Rankings/ 2019 બાદ પ્રથમ વખત આ ભારતીય ખેલાડીઓને ટોપ 10માં મળ્યું સ્થાન!

ભારતીય ખેલાડીઓએ તાજેતરની ICC રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.

Trending Sports
Web Story 22 2019 બાદ પ્રથમ વખત આ ભારતીય ખેલાડીઓને ટોપ 10માં મળ્યું સ્થાન!

ભારતીય ખેલાડીઓએ તાજેતરની ICC રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. એશિયા કપ 2023માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ દરમિયાન સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓએ ICC રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. એશિયા કપમાં બે અડધી સદી સાથે 154 રન બનાવનાર શુભમન ગિલ તેની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બીજા રેન્કિંગ પર પહોંચી ગયા છે. તે આવનારા સમયમાં ODIમાં બેટ્સમેનોની રેન્કિંગમાં ટોચ પર આવી શકે છે.

ICC રેન્કિંગમાં ટોચ પર રહેલા બાબર આઝમના 863 પોઈન્ટ છે જ્યારે ગિલ 759 રેટિંગ પોઈન્ટ સાથે 103 પોઈન્ટ પાછળ છે. ગિલ ઉપરાંત, વિરાટ કોહલી અને રોહિત શર્માને પણ બે-બે સ્થાનનો ફાયદો થયો છે અને બંને દિગ્ગજ ટોચના 10 બેટ્સમેનોમાં સામેલ થઈ ગયા છે. કોહલી આઠમા અને રોહિત નવમા સ્થાને છે.

સાડા ​​ચાર વર્ષમાં પ્રથમ વખત ત્રણ ભારતીય ખેલાડીઓ ICC રેન્કિંગમાં ટોપ 10માં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. અગાઉ જાન્યુઆરી 2019માં ભારતના શિખર ધવન, રોહિત શર્મા અને વિરાટ કોહલી ટોપ 10માં હતા. હાલમાં ટોચના 10 બેટ્સમેનોમાં પાકિસ્તાનના પણ ત્રણ ખેલાડી છે, ઇમામ-ઉલ-હક એક સ્થાન નીચે પાંચમા સ્થાને અને ફખર ઝમાન ત્રણ સ્થાન નીચે 10મા સ્થાને આવી ગયો છે.

ભારતના અનુભવી સ્પિનર ​​કુલદીપ યાદવને પણ ODI રેન્કિંગમાં ફાયદો થયો છે. એશિયા કપમાં તેણે નવ વિકેટ લીધી છે અને પાંચ સ્થાનના ફાયદા સાથે સાતમા સ્થાને પહોંચી ગયા છે. હાર્દિક પંડ્યા ઓલરાઉન્ડર રેન્કિંગમાં ચાર સ્થાન સુધરીને છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. પાકિસ્તાનનો ઝડપી બોલર હરિસ રાઉફ આઠ સ્થાન આગળ વધીને 21મા સ્થાને અને નસીમ શાહ 11 સ્થાન આગળ વધીને 51મા સ્થાને પહોંચી ગયો છે.

આ પણ વાંચો: Jammu Kashmir/ અનંતનાગમાં આતંકીઓ સાથેની અથડામણમાં ત્રણ જવાન શહીદ

આ પણ વાંચો: Ujjwala Yojana/ 75 લાખ મહિલાઓને ફ્રીમાં ગેસ સિલિન્ડર મળશે!

આ પણ વાંચો: G20 Summit 2023/ દિલ્હીના 450 પોલીસકર્મીઓ સાથે ડિનર કરશે PM મોદી, ભારત મંડપમમાં થશે કાર્યક્રમ