એર ઇન્ડિયા / એર ઇન્ડિયાએ ક્રેડિટ સુવિધા બંધ કરી,નાણા મંત્રાલયે નિર્દેશ કર્યો ટિકિટ રોકડમાં ખરીદવી

નાણા મંત્રાલયે બુધવારે કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને એર ઈન્ડિયાની ટિકિટ રોકડમાં ખરીદવા માટે કહ્યું હતું.

ટાટા જૂથના હાથમાં ગયા બાદ દેશની સૌથી મોટી એરલાઈન એર ઈન્ડિયાએ ક્રેડિટ પર ટિકિટ આપવાની સુવિધા બંધ કરી દીધી છે. નાણા મંત્રાલયે બુધવારે કેન્દ્રના તમામ મંત્રાલયો અને વિભાગોને એર ઈન્ડિયાની ટિકિટ રોકડમાં ખરીદવા માટે કહ્યું હતું.

નાણા મંત્રાલયે કહ્યું કે એર ઈન્ડિયાએ ટિકિટ ક્રેડિટની સુવિધા ખતમ કરી દીધી છે. આ સાથે નાણા મંત્રાલયે તમામ મંત્રાલયોને એર ઈન્ડિયાના લેણાંની ચુકવણી કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. કંપનીને તાજેતરમાં ટાટા જૂથે ખરીદી લીધી છે. દેશની સૌથી મોટી અને સરકારી માલિકીની એરલાઈન આ એરલાઈન ભારે ખોટમાં ચાલી રહી હતી.


More Stories


Loading ...

Top StoriesPhoto Gallery


Entertainment