UPSC/ યુપીએસસીની પરીક્ષા પાસ કરનારી યુવતીની મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાત

સમીક્ષા ઝાએ ગુજરાતમાં સાતમો નંબર મેળવ્યો

Gujarat Ahmedabad
Beginners guide to 2024 04 16T215304.392 યુપીએસસીની પરીક્ષા પાસ કરનારી યુવતીની મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાત

@શિવાંશુ સિંહ

Gujarat News : આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(UPSC)નું ફાઇનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં યુપીએસસીની ફાઇનલ એક્ઝામમાં 1016 ઉમેદવારો પાસ થયા છે. જેમાંથી 25 ઉમેદવારો ગુજરાતના છે. આજે જાહેર કરવામાં આવેલા યુપીએસસીના પરિણામમાં ટોપ 100 માં ત્રણ ગુજરાતીઓએ પણ સ્થાન મેળવ્યું છે.

દેશભરમાં યુપીએસસીની પરીક્ષામાં 362મો અને ગુજરાતમાં 7મો નંબર મેળવનાર સમીક્ષા ઝાએ મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મારો બીજો પ્રયત્ન હતો. અપેક્ષા નહોતી પણ હવે અમે બધા ખુશ છીએ. મેં મારા પિતાની દીકરીને IPS બનાવવાની અપેક્ષા પૂર્ણ કરી છે.

યુપીએસસી કરવાની ઇચ્છા જાગી હતી તેથી તેના માટેની તૈયારીઓ શરૂ કરી હતી. મેં ધોરણ 12 સાયન્સમાં એ ગ્રુપ લીધું હતું. ત્યારબાદ ચાંદખેડાની વિશ્વકર્મા કોલેજ માં કેમિકલ એન્જિનિયરિંગ કર્યું હતું. આ દરમિયાન ગ્રેજ્યુએશનની સાથે સાથે છેલ્લા વર્ષથી UPSCની તૈયારીઓ શરૂ કરી હતી. આ અગાઉ વર્ષ 2022માં મારો પ્રથમ અટેમ્પ્ટ આપ્યો હતો. જેમાં પ્રિલિમમાં પાસ ન થઈ શકી હતી તેથી વધુ મહેનત સાથે આ વખતે પરીક્ષા આપી જેમાં મેં 362મો રેન્ક મેળવ્યો છે.

હું રોજ 9 કલાક સુધી વાંચતી હતી. હવે આગળ ભવિષ્યમાં મારા વ્યક્તિત્વ અનુસાર આઇપીએસ તરીકે હું સારી રીતે ફરજ બજાવી શકીશ તેવું મને લાગે છે તેથી આઈપીએસ બનવાનો પ્રયત્ન કરીશ. હું વ્હોટ્સએપનો પણ ઉપયોગ કરતી નહોતી. મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ છે પણ તેનો ઉપયોગ કરતી નહોતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સુરતના ડીંડોલીમાં યુવકની કરપીણ હત્યા, તપાસનો ધમધમાટ શરૂ

આ પણ વાંચો:લોકસભા ચૂંટણી માટે આ ઉમેદવારોએ વિજયમુહૂર્તમાં નોંધાવી ઉમેદવારી

આ પણ વાંચો:ક્ષત્રિય સમાજના અલ્ટીમેટમ વચ્ચે પરષોત્તમ રૂપાલાએ રાજકોટથી નોંધાવી ઉમેદવારી